સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય : ચીફ જસ્ટિસની ઓફિસ RTI ના દાયરામાં આવશે

Published: 13th November, 2019 15:35 IST | New Delhi

રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ માહિતી અધિકારના કાયદા હેઠળ આવે છે.

જેની આજે સૌ કોઇ રાહ જોઇ રહ્યા હતા તે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ RTI ના દાયરામાં આવશે કે નહીં તેના પર આજે અંતિમ મહોર લાગી ગઇ છે. આ મુદ્રે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સમીતીએ ચૂકાદો આપ્યો હતો. રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ માહિતી અધિકારના કાયદા હેઠળ આવે છે. રંજન ગોગોઇ સાથે જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ ચૂકાદો આપ્યો હતો.

2010માં દિલ્હી હાઇકોર્ટના ચુકાદા વિરૂદ્ધ અરજી કરી હતી
સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરસ અને માહિતી અધિકારીઓએ 2010ના દિલ્હી હાઇકોર્ટના ચૂકાદા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેની સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે આ વર્ષે 4 એપ્રિલના ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે કોર્ટમાં કોઇ પણ પ્રકારની અસ્પષ્ટતાની સિસ્ટમ તેઓ ઇચ્છતા નથી.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

RTI અંતર્ગત CJI પાસે જાણકારી માંગવામાં આવી હતી
હકીકતમાં સુભાષચંદ્ર અગ્રવાલે માહિતી અધિકારના કાયદા હેઠળ સીજેઆઇ પાસેથી જાણકારી માંગી હતી. હાઇકોર્ટમાં તેમના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આરટીઆઇ કાયદો આવવા પહેલા પણ કોર્ટે તેમના ચૂકાદા દ્વારા પારદર્શિતાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું હતું- જ્યારે પણ ન્યાયિક કાર્યવાહીમાં પારદર્શિતાનો મામલો આવ્યો ત્યારે કોર્ટનું વલણ સાફ નથી રહ્યું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK