ન્યુ ઝીલૅન્ડમાં 100 દિવસમાં એક પણ કોરોના કેસ નથી

Published: 10th August, 2020 09:57 IST | Agencies | Wellington

ન્યુ ઝીલેન્ડમાં કોરોના વાઇરસના રોગચાળાથી મુક્તિના ૧૦૦ દિવસ ગઈકાલે પૂર્ણ થયા હતા. પચાસ લાખની વસતી ધરાવતા દેશમાં નાગરિકોના જીવન હવે રાબેતા મુજબનાં બન્યાં છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ન્યુ ઝીલેન્ડમાં કોરોના વાઇરસના રોગચાળાથી  મુક્તિના ૧૦૦ દિવસ ગઈકાલે પૂર્ણ થયા હતા. પચાસ લાખની વસતી ધરાવતા દેશમાં નાગરિકોના જીવન હવે રાબેતા મુજબનાં બન્યાં છે. હવે સ્થાનિક લોકો કોરોના ઇન્ફેક્શનના ભય વિના સ્ટેડિયમમાં ભીડ જમાવીને રગ્બી ગેમ્સની મૅચો માણે છે અને બાર તથા રેસ્ટોરાંમાં પણ ખાણી-પીણીની મોજ કરે છે. જોકે કેટલાક જાણકારો અસાવધ રહેવાથી ભવિષ્યમાં ફરી રોગચાળો ફાટી નીકળવાના ભય વિશે ચેતવણી ઉચ્ચારે છે. ન્યુ ઝીલૅન્ડમાં ગયા માર્ચ મહિનાના અંતમાં પહેલી વખત ૧૦૦ જણનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ મળ્યા પછી સ્ટ્રીક્ટ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. એથી ટૂંકા ગાળામાં રોગચાળાનો પ્રસાર અટકી ગયો હતો. કુલ કેસીસની સંખ્યા ૧૫૦૦ પર અને મરણાંક અટકાવી શકાયા હતા. છેલ્લા ત્રણ મહિનામાં નવા કેસીસ જૂજ પ્રમાણમાં નોંધાય છે. એ કેસીસ પરદેશથી આવતા પ્રવાસીઓના હોય છે. એ પ્રવાસીઓને સરહદ પર રોકીને ત્યાં જ ક્વૉરન્ટીન કરવામાં આવે છે. આ મહિનાઓમાં ન્યુ ઝીલેન્ડના અર્થતંત્રને ઝાઝું નુકસાન થયું નથી. બેકારીનો દર ૪ ટકા પર મર્યાદિત રાખી શકાયો છે. રોગચાળા પર ત્વરિત નિયંત્રણ અને અર્થતંત્રને ઉચિત રીતે જાળવવા બદલ એ દેશનાં વડાં પ્રધાન જૅસિન્ડા આર્ડનના નેતૃત્વને બિરદાવવામાં આવે છે. એથી આવતા મહિને યોજાનારી એ દેશની સાર્વત્રિક ચૂંટણીમાં જૅસીન્ડા આર્ડનની લિબરલ લેબર પાર્ટી માટે બહુમતીની શક્યતાઓ ઉજળી બની છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK