દિલ્હીમાં મહિલા કૉર્પોરેટરે દોઢ વર્ષની દીકરીની હત્યા કરી સુસાઇડ કરી લીધું

Published: 9th November, 2012 05:07 IST

દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસની મહિલા કૉર્પોરેટરે દોઢ વર્ષની દીકરીને ગળું દબાવી મારી નાખ્યા બાદ સુસાઇડ કરી લીધું હતું. સત્યમ યાદવ નામની આ મહિલાએ પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. સત્યમ યાદવ દિલ્હીના નાગલાઇ-ઈસ્ટ વિસ્તારની કૉર્પોરેટર હતી. સત્યમના ભાઈ પ્રશાંતે દહેજને કારણે તેની બહેનની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.



સત્યમની રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હોવાની શંકા છે. જોકે તેને સત્તાવાર સમર્થન મળ્યું ન હતું. ૨૬ વર્ષની સત્યમ યાદવનાં લગ્ન અઢી વર્ષ પહેલાં પવન યાદવ સાથે થયાં હતાં. તેમને વંશિકા નામની દોઢ વર્ષની દીકરી હતી. એવું કહેવાય છે કે ગત વર્ષે સત્યમના સાસરી પક્ષે બળજબરીપૂર્વક તેને કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની ફરજ પાડી હતી. જોકે તે ચૂંટણી જીતી પણ હતી. સત્યમના ભાઈ પ્રશાંતે એવો દાવો કર્યો હતો કે સત્યમનાં સાસરિયાં લાંબા સમયથી દહેજને લઈને તેને હેરાન કરતાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK