10માં ધો.ના 3 પેપર આપી મૃત્યુ પામનાર વિદ્યાર્થીને મળ્યા 100 ટકા માર્ક્સ

Published: May 08, 2019, 10:22 IST

10માં ધોરણની બોર્ડની પરીક્ષા ટોપ કરવી, અંતરીક્ષ યાત્રી બનવુ અને રામેશ્વરમની યાત્રા કરવાની ઈચ્છાઓ શ્રીધરના મૃત્યુ સાથે જ અધૂરી રહી ગઈ હતી. શ્રીધર માત્ર 2 વર્ષનો હત્યો ત્યારે તેને મસ્કુલર ડિસ્ટ્રોફીની બિમારીઓ અસરગ્રસ્ત હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સ્ટીફન હૉકિંગને પોતાનો આદર્શ માનનારા વિનાયક શ્રીધરે મૃત્યુ પહેલા CBSEની 10માં ધોરણના 3 વિષયોની પરીક્ષા આપી હતી જેમાં તેને 100 ટકા માર્ક્સ મળ્યા છે. વિનાયક શ્રીધર સીબીએસસીની માત્ર 3 જ પરીક્ષા આપી શક્યો હતો અને 2 પરીક્ષા બાકી હતી ત્યારે માર્ચમાં તેનું મૃત્યુ થયું હતું. શ્રીધરને અંગ્રેજીમાં 100, વિજ્ઞાનમાં 96 અને સંસ્કૃતમાં 97 માર્ક્સ મળ્યા હતા જ્યારે કોમ્યુટર સાયન્સ અને સોશિયલ સાયન્સની પરીક્ષા આપી શક્યો હતો નહી.

10માં ધોરણની બોર્ડની પરીક્ષા ટોપ કરવી, અંતરીક્ષ યાત્રી બનવુ અને રામેશ્વરમની યાત્રા કરવાની ઈચ્છાઓ શ્રીધરના મૃત્યુ સાથે જ અધૂરી રહી ગઈ હતી. શ્રીધર માત્ર 2 વર્ષનો હત્યો ત્યારે તેને મસ્કુલર ડિસ્ટ્રોફીની બિમારીઓ અસરગ્રસ્ત હતો. આ બિમારીમાં વ્યક્તિની માંસપેશિયોનો વિકાસ અટકી જાય છે અને કમજોર થવા લાગે છે. આ એક પ્રોટિનની ઉણપના કારણે થતી બિમારી છે.

સીબીએસસી બોર્ડનું 10માં ધોરણનું પરીણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમા શ્રીધરે માત્ર 3 વિષયની પરીક્ષા આપી હતી અને 100 ટકા માર્ક્સ મેળવ્યા હતા. ઘણી નાની ઉમરે શ્રીધરને વ્હિલચેરનો સહારો લેવો પડ્યો હતો. શ્રીધર દિલ્હી નોઈડાની એમિટી ઈન્ટરનેશન સ્કૂલનો વિદ્યાર્થી હતો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK