Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાને કેમેસ્ટ્રીનું નોબેલ એનાયત

ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાને કેમેસ્ટ્રીનું નોબેલ એનાયત

07 October, 2020 06:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાને કેમેસ્ટ્રીનું નોબેલ એનાયત

ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડના

ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડના


છેલ્લા થોડા દિવસોથી નોબેલ પુસ્કાર વિજેતાના નામોની જાહેરાત થઇ રહી છે. એવામાં આદે કેમેસ્ટ્રીના નોબેલ પ્રાઇઝની ઘોષણા કરવામાં આવી છે.

નોબેલ પુરસ્કાર સમિતિએ ઘોષણા કરી છે કે આ વર્ષનું કેમેસ્ટ્રીનું નોબેલ ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાને આપવામાં આવશે. આ બંનેએ જિનોમ એડિટિંગ માટેની પદ્ધતિ વિકસાવી છે, જે માટે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવી રહ્યું છે.



નોબેલ પુરસ્કાર સમિતિએ કહ્યું કે ઇમૈન્યુએલ કારપેંટિયર અને જેનિફર ડૂડનાએ જનીન ટેકનોલોજીના સૌથી ઝડપી ઉપકરણ ક્રિસ્પર/કૈસ9 જેનેટિક સિસરની શોધ કરી છે. આ ટેકનોલોજીએ જીવ વિજ્ઞાન પર એક ક્રાંતિકારી પ્રભાવ પાડ્યો છે. બંને દ્વારા વિકસિત કરવામાં આવેલી આ ટેકનોલોજીનો ઉપયોગ કકરીને સંશોધકો જાનવરો, છોડ અને સૂક્ષ્‍મ જીવોના ડીએનએમાં બદલાવ કરી શકે છે. જે એકદમ સટીક હોય છે. આ ટેકનોલોજી કેન્સરની સારવારમાં પણ ઉપયોગી થઇ રહી છે. ઉપરાંત જનની એટલે કે વંશ પરંપરાગત બિમારીઓની સારવારમાં પણ ઉપયોગી છે.


શરીરની અંદરની ક્રિયાઓ અંગે માહિતિ મેળવવા માટે જનીન પર સંશોધન કરવું પડે. પહેલા આ કામ માટે સંશોધકોને ઘણો સમય લાગતો હતો, ઉપરાંત આ કામ ઘણુ મુશ્કેલ અને ક્યારેક તો અશક્ય થઇ જતું. ત્યારે આ નવી ટેકનોલોજીની મદદથી આ કામ એકદમ સરળ થયું છે.

ઇમૈન્યુએલ કારપેંટિયરનો જન્મ 1968ના વર્ષમાં ફ્રાંસના જુવિસી સર ઓર્ગ શહેરમાં થયો હતો. વર્તમાન સમયે તે જર્મન રાજધાની બર્લિનમાં કાર્યરત છે. તો જેનિફર ડૂડનાનો જન્મ 1964ના વર્ષમાં અમેરિકાના વોશિંગટનમાં થયો હતો અને અત્યારે તેઓ કેલિફોર્નિયાના બર્કલીમાં પ્રોફેસર છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2020 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK