નોબલ એવૉર્ડ વિજેતાએ જણાવ્યા દિલ્હીના વાયુ પ્રદૂષણને અટકાવવાના નક્કર ઉપાયો

Published: Nov 13, 2019, 16:44 IST | Mumbai Desk

પોતાની સ્ટજીમાં જણાવ્યું છે કે કોઇક રીતે પરાલી બાળવાનો વિકલ્પ સરળતાથી શોધી શકાય છે, શરત એટલી છે કે સરકાર આની માટે રચનાત્મક પ્રયત્ન કરે.

દિલ્હી જીવલેણ વાયુ પ્રદૂષણના કારણે ઘણીવાર ગેસ ચેમ્બર બની જાય છે. આનાથી બચવાનો રસ્તો હાલ કોઇની પાસે દેખાતો નથી. એવામાં નોબલ પુરસ્કાર વિજેતા રોનાલ્ડ કોસની સલાહ વખાણવા લાયક છે. તેમણે પોતાની સ્ટજીમાં જણાવ્યું છે કે કોઇક રીતે પરાલી બાળવાનો વિકલ્પ સરળતાથી શોધી શકાય છે, શરત એટલી છે કે સરકાર આની માટે રચનાત્મક પ્રયત્ન કરે.

આમ પણ દિલ્હી જુદાં જુદાં કારણોથી સતત વધતાં જતાં વાયુ પ્રદુષણમાં સંપડાતી જાય છે. આના અનેક કારણો છે, જેમ કે - ગ્રીન કવર એટલે કે હરિયાળીનું સતત ઘટવું, ઘરોનું નિર્માણ, રસ્તા સહિત વિભિન્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ પર થતાં કામ, બધાં વાહનોની સંખ્યામાં સતત થતો વધારો અને ઑદ્યોગિક એકમોમાંથી નીકળતો ધુમાડો વગેરે...

પણ ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી લઈને નવેમ્બરના શરૂઆતના કેટલાક અઠવાડિયા દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીની આબોહવા જીવલેણ થઈ જાય છે. આનું કારણ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભારે માત્રામાં પરાલી (CRM- crop residue burning)નું બળવું છે. આ કારણે દિલ્હીની ઉપર કેટલુંક ધુમ્મસ છવાઇ જાય છે. અને વાતાવરણમાં પ્રદુષણકારી તત્વોને કારણે શ્વાસ સંબંધી સમસ્યાઓ ઘણી વધી જાય છે.

મહત્વની વાત એ છે કે સરકારી કાયદા અને દંડના નિયમો છતાં પરાલી બાળવાની ઘટનાઓમાં કોઈ જ ઘટાડો નથી થઈ રહ્યો, આનું કારણ એ પણ છે કે કોઇપણ સરકાર ખેડૂતોને નારાજ કરવા નથી માગતી. આ જ કારણે પરાલી બાળવા સાથે જોડાયેલા 10 ટકા મામલાઓમાંપણ લોકોને દંડ કરવામાં આવતો નથી.

ખેડૂતો પરાલી એટલા માટે બાળે છે, કારણકે પરાલીને બાળવા માટે જરૂરી મશીનની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે, જો કે આના પર સરકાર લગભગ અડદી સબ્સિડી આપી દે છે. એક અનુમાન પ્રમાણે, પરાલી બાળનારા ખેડૂતોની સંખ્યા લગભગ 20 લાખ છે. આ રીતે જો બધાં ખેડૂત મસીન ખરીદવા લાગ્યા તો આની કુલ કિંમત 20 હજાર કરોડ રૂપિયા થશે.

ઇન્ટરનેશનલ જર્નલ ઑફ એપિડેમિઓલૉજી પ્રમાણે, પરાલી બાળવાથી અટકાવીને 30.58 અરબ ડૉલર એટલે કે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની ક્ષતિ અટકાવી શકાય છે. આથી લગભગ 5 કરોડ લોકો પ્રભાવિત છે.

રોનાલ્ડ કોસની સ્ટડીમાં આ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કેવી રીતે 20 હજાર કરોડ ખર્ચ કરીને 2 લાખ કરોડનું નુકસાન અટકાવી શકાય છે.

કોસની સ્ટડી પ્રમાણે, પ્રદૂષણથી પ્રભાવિત રાજ્યને પ્રદૂષણ ફેલાવનારા અન્ય રાજ્યોના ખેડૂતો અને સરકારો સાથે એક કરાર કરવું જોઈએ અને મળીને ખેડૂતોને એટલી રકમ આપવી જોઇએ, જેટલી રકમ બચાવવા માટે ખેડૂતો પરાલી બાળવાનો રસ્તો અપનાવે છે.

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

જો દિલ્હી, પંજાબ અને હરિયાણાની સરકાર મળીને ખેડૂતો માટે એક ફન્ડ બનાવો તો આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવી શકાય છે. આવા ઉપાયો વિશ્વભરમાં અસરકારક સાબિત થયા છે, ખાસ કરીને ઔદ્યોગિક પ્રદૂષણથી બચવા માટે કેટલાય દેશોએ આવા રસ્તાઓ અપનાવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK