અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની અરજી પર બૉમ્બે હાઇકૉર્ટ (Bombey Highcourt)માં સુનાવણી શુક્રવાર સુધી ટાળી દેવામાં આવી છે. કેસની સુનાવણી કાલે 3 વાગ્યે થશે. હાઇકૉર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે કાલે અર્નબ ગોસ્વામીની અંતરિમ રાહત પર પણ સુનાવણી થશે. આ પહેલા, સુનાવણી દરમિયાન અર્નબ ગોસ્વામીના વકીલ આબાદ પોંડાએ કહ્યું કે કેસ ફરીથી ઓપન થયા પછી નવી તપાસ શરૂ કરવી અપરાધિક કાયદાના નક્કી કરાયેલા સિદ્ધાંતો વિપરિત છે. તેમણે પોતાના ક્લાઇન્ટ માટે અંતરિમ રાહતની માગ કરી છે. અર્નબના વકીલે કહ્યું કે, કેસમાં 2019માં પોલીસ દ્વારા નોંધવામાં આવેલી 'એ' સમરી મેજિસ્ટ્રેટે સ્વીકારી લીધી હતી અને તે જળવાયેલી છે, જેને પડકારવામાં આવી નથી. આ અંગે જસ્ટિસ શિંદેએ કહ્યું કે અન્ય મહત્વપૂર્ણ કેસ લંબાયેલા છે. કાલે રજા પહેલાનો છેલ્લો દિવસ છે. અમે આ સ્પષ્ટતા કરી રહ્યા છીએ કે અમે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે તૈયાર છીએ. સાથે જ અમારે પ્રતિવાદી (Respondent)ને જવાબ આપવાની તક પણ આપવાની રહેશે.
અર્નબના વકીલ આબાદ પોંડાએ કહ્યું, એક નાગરિકને ગેરકાયદેસર રીતે અટકમાં લેવામાં આવ્યા છે. અહીં સુધી કે એક સેકેન્ડ માટે કોઇકને ગેરકાયદે અટકમાં લેવું સંવિધાનિક કૉર્ટ દ્વારા માનવામાં નહીં આવે. અંતરિમ રાહત મળવી જોઇએ. તેમણે કહ્યું કે 'એ સમરી' તાબૂકતમાં એક ખિલ્લા જેવી છે, જેને ઉપયુક્ત ક્રમમાંથી કાઢવી પડે છે. પોલીસની ફરીથી કરેલી તપાસથી ખબર પડે છે કે મેજિસ્ટ્રેટ માટે અસમ્માન દર્શાવવામાં આવ્યો છે. પોલીસે કેસને ફરીથી ખોલવા વિશે 15 ઑક્ટોબર 2020ના મેજિસ્ટ્રેટને ફક્ત સૂચના આપી. કૉર્ટે તેમને અનુમતિ નથી આપી. આ માટે આગળની તપાસ માટેના કોઇ સંકેત આપ્યા નથી.
પોંડાએ કહ્યું કે પ્રશ્ન ઉઠે છે કે, "એ" સમરી આજે પણ જળવાયેલી છે કે નહીં. જો આ જળવાયેલી છે, તો કેસ 'મૃત' છે.
પોલીસ આને ફરી જીવિત નથી કરી શકતી. આ અંગે જસ્ટિસ શિંદેએ કહ્યું કે મૂળ ફરિયાદકર્તાની અરજી આજે પણ સૂચીબદ્ધ છે. તેના પર પણ સુનાવણીની જરૂર છે. અર્નબના વકીલે કહ્યું કે અલીબાગ મેજિસ્ટ્રેટે હજી જામીન અર્જી માટે તારીખ આપી નથી. માટે અમે આજે બપોરે દોઢ વાગ્યે અમારી જામીન અરજી પાછી લઈ લીધી છે. ન્યાયિક આદેશ વગર, આગળની તપાસ થઈ શખે નહીં. માટે આ ધરપકડ ગેરકાયદેસર છે. જસ્ટિસ શિંદેએ મામલામાં કહ્યું કે અરજી માટે ફરિયાદકર્તા એક જરૂરી પાર્ટી છે, પણ તમારી યાચિકામાં તેને પાર્ટી બનાવવામાં આવ્યું નથી. આ પર પોંડાએ કહ્યું કે, "હું સીમિત રાહત માટે આવ્યો છું. મારી યાચિકા માત્ર પોલીસ વિરુદ્ધ છે ન કે ફરિયાદકર્તા (નાઇક પરિવાર) વિરુદ્ધ. હરીશ સાલ્વેએ કહ્યું કે "અમને યાચિકામાં સંશોધન કરવા અને ફરિયાદકર્તાને યાચિકામાં જોડવાની તક આપો. અમને મૌખિક અવકાશ આપો. ફરિયાદકર્તા અહીં છે. તે પોતે પણ સાંભળી શકે છે." ત્યાર બાદ કૉર્ટે યાચિકામાં ફરિયાદકર્તાને પાર્ટી બનાવવા માટે સંશોધનની પરવાનગી આપી અને કેસની સુનાવણી કાલ માટે ટાળી દીધી છે.
થાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો
6th March, 2021 10:11 ISTઓબીસી ક્વોટા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન અનિવાર્ય હતી: અજિત પવાર
6th March, 2021 10:08 ISTભાડાવધારો સરકાર માટે મુસીબત નોતરી રહ્યો છે?
6th March, 2021 10:06 ISTડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે એનસીબી લાવી બે પેટી ભરીને ડૉક્યુમેન્ટ્સ
6th March, 2021 10:02 IST