"ઈરાકમાં 39 ભારતીયો જીવતા કે કેમ તેની કોઈ જાણકારી નથી"

Published: 28th November, 2014 08:48 IST

ઈરાકમાં ISના ત્રાદવાદીઓ દ્વારા અપહ્યત કરવામાં આવેલા 39 ભારતીય નાગરિકોની હત્યા નિપજાવવામાં આવી હોવાના અહેવાલને સંસદમાં જોરદાર હોબળો મચ્યો હતો. વિપક્ષના સાંસદોએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતા સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જવબામાં વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે લાપતા ભારતીયો જીવિત છે કે નહીં, બંને બાબતે કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી.


shushma


નવી દિલ્હી / જાલંધર : તા, 28 નવેમ્બર

આજે સંસદમાં કોંગ્રેસે સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરતા કહ્યું હતું કે એનડીએ સરકાર આ બાબતે જાણકારી આપે. કોંગ્રેસે કહ્યું હતું કે શું સરકાર અંધારામાં જ હતી. જ્યારે સમાજવાદી પાર્ટીના રામગોપાલ વર્માએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકાર એ સ્પષ્ટ કરે છે કે અપહ્યત ભારતીયો જીવિત છે કે કેમ. બીએસપી અધ્યક્ષ માયાવતીએ પણ કહ્યું હતું કે આ ગંભીર બાબત છે. સરકારે આ મુદ્દે ગંભીર થવું જોઈએ.

આ મુદ્દે જવાબ આપતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે 6 સૂત્રો મારફતે જાણવા મળ્યું છે કે અપહ્યત ભારતીયોની હજી હત્યા નથી કરવામાં આવી. બાંગ્લાદેશી નાગરિકના નિવેદનના આધારે એ સ્પષ્ટ નથી થતુ કે બાનમાં લેવામાં આવેલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા છે. અગાઉ સુષ્મા સ્વરાજે સંસદ સભ્યોને ઈરાકમાં લાપતા ભારતીયો માટે મૃતકના બદલે કથિત મૃતક એવો શબ્દ પ્રયોગ કરવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એક ટીવી ચેનલ દ્વારા ઈરાકમાં બંધક ભારતીયોની કુખ્યાત ત્રાસવાદી સંગઠન IS દ્વારા હત્યા નિપજાવવામાં આવી હોવાના અહેવાલ પ્રસારીત કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. સંસદ પણ ગુંજી ઉઠી હતી. જોકે આ બાબતેની હજી સુધી કોઈ ખાતરી થઈ શકી નથી પરંતુ અહેવાલોના પગલે બંધકોના પરિવારજનો ચિંતિત થઈ ઉઠયા હતાં.

કથિત અપહ્યતોના પરિજનો ચોધાર આંસૂએ રડી રહ્યાં છે અને ભારત સરકારને યોગ્ય જાણકારી આપવા માંગ કરી રહ્યાં છે. અપહ્યતમાંથી એક વ્યક્તિની બહેને ગઈ કાલે જ દાવો કર્યો હતો કે તેની આ મામલે સુષ્મા સ્વરાજ સાથે વાતચીત થઈ હતી અને તેને સુષ્મા સ્વરાજ દ્વારા સંસદમાં આ મામલે જવાબ આપાશે તેવી હૈયાધારણા બંધાવવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાકમાં ત્રાસવાદીઓ દ્વારા બાનમાં લેવામાં આવેલા 39 ભારતીયોમાં મોટા ભાગના પંજાબના વતની છે. ઈરાકમાં અપહ્યત થયેલાઓની તેમના પરિજનો સાથે ગત જૂન મહિનાના મધ્ય ભાગમાં છેલ્લીવાર ફોન પર વાતચીત થઈ હતી. ત્યારથી આજ સુધી પરિજનો દિલ્હીમાં વિદેશ મંત્રાલયના ચક્કર કાપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે સુષ્મા સ્વરાજે તેમને આશ્વાસન આપ્યું હતુ, પરંતુ અમારી ઉંઘ હજી પણ હરામ જ છે. ભારતીયોને બંધક બનાવવામાં આવ્યાના થોડા દિવસ બાદ જ એક સમાચાર આવ્યા હત્યાં કે આ બંધકોમાંનો એક પંજાબના ગુરદાસપુરના કાલા અફગાના ગામનો રહેવાસી હરજીત મસીહ નામનો યુવાન ત્રાસવાદીઓની પકડમાંથી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે અપહ્યત એવા તમામ 39 ભારતીય નાગરિકોની ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે જ્યારે પોતે ગોળી વાગી હોવા છતા મરવાનો ઢોંગ કરી બચી નિકળવામાં સફળ નિવડ્યો હતો. હરજીતે આ વાત ઈરાકમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકને જણાવી હતી. આ બાંગ્લાદેશીએ જ ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.

હરજીતની માતા શિંદર મસીહે જણાવ્યું હતું કે 10 દિવસ અગાઉ હરજીતની તેના કાકાના છોકરા ભાઈ રોબિન મસીહ સાથે થઈ હતી. હરજીતે તેણે કહ્યું હતું કે તે દૂતાવાસ (એમ્બેસી)માં સુરક્ષીત છે. એમ્બેસીના અધિકારીઓએ તેને 10 ડિસેમ્બર સુધીમાં ભારત મોકલી આપવાનું આશ્વાસન આપ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK