Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > તમે તમારા પતિ પાસે સૅલરી માગશો?

તમે તમારા પતિ પાસે સૅલરી માગશો?

06 October, 2012 07:10 AM IST |

તમે તમારા પતિ પાસે સૅલરી માગશો?

તમે તમારા પતિ પાસે સૅલરી માગશો?




(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)





એ સ્ટેટમેન્ટ સાંભળ્યા પછી મેં મનોમન ધારી લીધું હતું કે આ બાબતે મહિલાઓ મોરચા કાઢીને એનો વિરોધ કરશે. મહિલા અધિકાર માટે જ્યારે-ત્યારે નારાબાજી કરવા નીકળી પડતી ઉત્સાહી નારીઓ હવે પેલા નાદાન સરકારી પ્રવક્તાની ઊંઘ હરામ  કરી મૂકશે...

પણ એવું કંઈ જ ન થયું. ખુદા ખૈર કરે!



કદાચ મહિલાઓએ એમ વિચાર્યું હોય કે આપણે આમેય પતિને ઘણો ત્રાસ આપીએ છીએ... પતિનું ખાસ્સું શોષણ કરીએ છીએ... સૅલરીના નામે એક વધુ ત્રાસ આપવાની અને પતિનું શોષણ કરવાની સગવડ મળતી હોય તો એનો પૂરો લાભ લેવો જોઈએ. પત્નીઓને જો સૅલરી મેળવવાનો એક વધુ હક મળતો હોય તો સ્વમાન અને સંસ્કાર જાય તેલ લેવા! આમાં વળી વિરોધ શાનો કરવાનો? ઇન્શા-અલ્લાહ! આ તો આપણા ફાયદાની વાત છે... (સૉરી હોં... પાકિસ્તાની, કહેવાતા ગાયક કલાકારોને ફટવતા ‘સૂરક્ષેત્ર’ કાર્યક્રમના શરૂઆતના ચાર-પાંચ એપિસોડ જોયેલા એટલે ‘ખુદા ખૈર કરે...’, ‘ઇન્શા-અલ્લાહ...’ એવું  વચ્ચે-વચ્ચે બોલાઈ જાય છે.)

અમારો સર્વન્ટ છાપું વાંચવાનો ભારે શોખીન છે. ગમે એટલું કામ બાકી પડ્યું હોય તોય શાંતિથી છાપું વાંચ્યે રાખે છે. એક વખત તેણે છાપામાં વાંચ્યું કે પત્નીઓ ઘરનું કામકાજ કરે છે એ માટે પતિઓ પાસેથી તેમને સૅલરી મળવી જોઈએ. એ વાંચીને તરત તેણે કેવું રીઍક્શન આપેલું - જાણવું છે? તેણે રાજી થઈને કહેલું, ‘હાઇલ્લા... હવે તો આપણામાં અને શેઠાણીમાં કોઈ જ ફરક નહીં રહે! આપણેય પગાર લઈએ છીએ અને શેઠાણીયે પગાર લેશે!’

સાલુ... પેલા સરકારી પ્રવક્તાએ આવું સ્ટેટમેન્ટ કરીને મહિલાઓની ફેવર કરી એમ માનવું કે તેણે મહિલાઓની ફજેતી કરી એમ માનવું એની સમજણ જ નથી પડતી!

આ તો એ પ્રવક્તા થોડા કન્ટ્રોલમાં રહ્યા અને પત્નીને ઘરકામ માટે પગાર આપવાની વાત કરીને તેને નોકરડી બનાવીને અટક્યા એટલું વળી સારું કહેવાય. જો એ પ્રવક્તાએ પતિને સેક્સ આપવા બદલ પણ પત્નીને ચાર્જ મળવો જોઈએ એમ બાફી માર્યું હોત તો પત્નીને વેશ્યાની કક્ષાએ જ મૂકી દીધી હોત! જો આવાં ભ્રષ્ટ સ્ટેટમેન્ટ્સ ઉચ્ચારનારાઓની જમાત મોટી થઈ જાય તો આપણી ફૅમિલી-લાઇફની તો વાટ લાગી જાય મામુ! આપણને ખબર જ ન પડે કે આપણે ઘરમાં બેઠા છીએ કે બજારમાં!

ફૅમિલીમાં પત્નીને, માત્ર પત્નીને જ નહીં, ફૅમિલીની દરેક વ્યક્તિને સુખ, સગવડ અને સુરક્ષાની શાંતિ મળે છે. સૌ પરસ્પરને હેલ્પફુલ થાય છે. સૌ પરસ્પરની તકલીફમાં હૂંફ અને ટેકો આપે છે. નર્બિળ અને નબળી વ્યક્તિનેય આધાર મળી રહે છે. પ્રેમ અને વિશ્વાસથી હર્યા-ભર્યા વાતાવરણમાં સૌકોઈને સંઘર્ષો અને સમસ્યાઓ સામે ઝઝૂમવાનું સામથ્ર્ય મળી જાય છે. સામાન્ય રીતે પુરુષ આર્થિક ઉપાર્જન કરે અને પત્ની ગૃહિણીધર્મ નિભાવે એવી આપણે ત્યાં સામાજિક વ્યવસ્થા-પરંપરા છે. નવા જમાના પ્રમાણે સ્ત્રીઓ જૉબ કરતી થઈ છે એટલે કે પતિના કામમાં એ સહભાગી થવા માંડી છે. મોંઘવારીના સમયમાં માત્ર પતિની આવક પૂરતી ન લાગે ત્યારે પત્નીની આવકથી થોડી રાહત થાય છે. એટલું જ નહીં, જૉબ કરવાથી આજની સ્ત્રીને પોતાની પ્રતિભા બતાવવાનો અને સ્વાવલંબી હોવાનો અહેસાસ પણ થાય છે, તો સામે પક્ષે પુરુષો પણ પત્નીના અસ્તિત્વનો અને તેના વ્યક્તિત્વનો આદર કરતા થયા છે. હવેના યુગના પતિઓ પત્નીને ઘરકામમાં પૂરેપૂરી મદદ કરતા થયા છે. જોકે કેટલાક અડિયલ પતિઓ હજી ઓલ્ડ ટ્રેડિશનમાંથી બહાર નીકળી શક્યા નથી. હજી એવા અણઘડ પતિદેવો પોતાની પુરુષપ્રધાનતાના નશામાં જ રાચે છે. જોકે ઘણી ભોળી પત્નીઓ-સ્ત્રીઓ પણ પુરુષને સમર્પિત થવામાં, તેની આજ્ઞાકારિણી થવામાં જ પોતાની લાઇફની સાર્થકતા જુએ છે. લેકિન... બહુત પરિવર્તન આયા હૈ યે બાત મેં કોઈ શક નહીં.

હવે આવા સ્મૂધ અને સુગંધમય રીતે ચાલતા દામ્પત્યજીવનને ડહોળી નાખવાનો અને ઘરકામ કરવા બદલ પત્નીને પગાર આપીને તેને નોકરડીની કક્ષાએ લઈ જવાનો ભ્રષ્ટ વિચાર કોના સડેલા ભેજામાંથી પ્રગટ્યો હશે? પત્ની એ પત્ની છે. ઘરની માલિકણ છે. પતિની અધાર઼્ગના છે. અધાર઼્ગના એટલે અડધું અંગ! જમણો હાથ અને ડાબો હાથ. જમણો પગ અને ડાબો પગ. જમણી આંખ અને ડાબી આંખ. ડાબો હાથ જે કામ કરે એની એ સૅલરી માગે તો કેવું લાગે? પત્નીને ફૅમિલીમાં પગાર કરતાં ચઢિયાતું શું-શું મળે છે એ સમજાય તો નો-પ્રૉબ્લેમ?
Whatsapp-channel Whatsapp-channel

06 October, 2012 07:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK