પૂજારી સહિત 140 કર્મચારી કોવિડ પોઝિટીવ છતાં થશે દર્શન : તિરુપતિ મંદિર

Updated: Jul 17, 2020, 14:37 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બૉર્ડના અધ્યક્ષ વાઇ વી સુબ્બા રેડ્ડીએ કહ્યું, મંદિરમાં સાર્વજનિક દર્શનને અટકાવવાની કોઇ યોજના નથી. તેમણે કહ્યું કે તીર્થયાત્રીઓ કોરોના પૉઝિટીવ હોવાના કોઇ પુરાવા નથી.

બાલાજી મંદિર (ફાઇલ ફોટો)
બાલાજી મંદિર (ફાઇલ ફોટો)

કોરોના વાયરસ (Coronavirus)મહામારી અને તેના પછી શરૂ કરવામાં આવેલી અનલૉક(Unlock-1)ની યોજના પ્રમાણે બૉર્ડે 11 જૂનના આ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બૉર્ડના અધ્યક્ષ વાઇ વી સુબ્બા રેડ્ડીએ કહ્યું, મંદિરમાં સાર્વજનિક દર્શનને અટકાવવાની કોઇ યોજના નથી. તેમણે કહ્યું કે તીર્થયાત્રીઓ કોરોના પૉઝિટીવ હોવાના કોઇ પુરાવા નથી.

પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પૂજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 150 લોકોના કોરોના વાયરસ સંક્રમિત હોવા છતાં જાણીતાં ધાર્મિક સ્થળના બૉર્ડે કહ્યું કે શ્રદ્ધાળુ મંદિરમાં દર્શન કરવાનું ચાલું રાખી શકે છે. કોરોના વાયરસ મહામારી અને ત્યાર બાદ શરૂ કરવામાં આવેલી અનલૉકની યોજના પ્રમાણે બૉર્ડે 11 જૂનના આ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બૉર્ડના અધ્યક્ષ વાઇ વી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું, કે મંદિરમાં સાર્વજનિક દર્શન અટકાવવાની કોઇ યોજના નથી.

ચૌદ પૂજારી સહિત મંદિરના 140 કર્મચારીઓ કોરોના પૉઝિટીવ આવ્યા છે. કોરોના વાયરસ ભીડવાળા સ્થળોએ ઝડપથી ફેલાય છે તેવું માનવામાં આવે છે, આ માટે અધિકારીઓએ સોશિયલ ડિસ્ટેન્સિંગ મેઇન્ટેઇન રાખવાની જરૂર છે એવું કહેવામાં આવી રહ્યું છે. રેડ્ડીએ કહ્યું, પૉઝિટીવ આવેલા લોકોમાંથી 70 રિકવર થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે કોરોના પૉઝિટીવ આવેલા લોકોમાંથી મોટા ભાગના આંધ્ર પોલીસમાંથી જે છે મંદિર સાથે કામ કરી રહ્યા છે, આમાંથી ફક્ત એકમાં કોરોનાના ગંભીર લક્ષણો દેખાયા છે. રેડ્ડીએ જણાવ્યું કે, "તિરુમાલા મંદિર બંધ કરવાની અમારી કોઇ યોજના નથી. વરિષ્ઠ પૂજારીઓને ડ્યૂટિ પર નહીં રાખવામાં આવે. આની સાથે જ પૂજારી અને કર્મચારીઓએ જુદાં-જુદાં આવાસનો અનુરોધ કર્યો છે."

આ દરમિયાન મંદિરના મુખ્ય પૂજારી, રમના દીક્ષિતુલુએ પૉઝિટીવ આવેલા પૂજારીઓ અને કર્મચારીઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, "કોરોના પૉઝિટીવ 50માંથી 15ને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે હજી પણ 25ના રિપૉર્ટ્સની રાહ જોઇ રહ્યા છીએ. TTD EO and AEOએ દર્શને અટકાવવાની ના પાડી દીધી છે. જો આ ચાલું રહેશે તો કાર્યવાહી કરો. કૃપા કરીને કાર્યવાહી કરો." રમન દીક્ષિતુલુએ ટ્વીટ સાથે આંધ્રના સીએમ મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીને ટેગ કર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK