Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ બાબતે સરકારનો રોલબૅક કરવાનો કોઈ જ પ્લાન નથી

રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ બાબતે સરકારનો રોલબૅક કરવાનો કોઈ જ પ્લાન નથી

02 December, 2011 08:24 AM IST |

રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ બાબતે સરકારનો રોલબૅક કરવાનો કોઈ જ પ્લાન નથી

રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ બાબતે સરકારનો રોલબૅક કરવાનો કોઈ જ પ્લાન નથી






ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન (ડીઆઇપીપી)ના સેક્રેટરી પી. કે. ચૌધરીએ ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણની મંજૂરી બાબતે જે નિયમો તૈયાર કરવામાં આવ્યા છે એમાં અત્યારે જે બધા મુદ્દા ઊભા કરવામાં આવી રહ્યા છે એના જવાબો છે અને આ નિર્ણય કૅબિનેટમાં લેવામાં આવ્યો છે.


વિદેશી રોકાણની નીતિનું નિયમન કરવા માટે જે નિયમો તૈયાર કરવાના છે એ નક્કી કરતાં પહેલાં તેમ જ એની જાહેરાત કરતાં પહેલાં શું સરકાર પબ્લિક કૉમેન્ટ્સ ઇનવાઇટ કરશે કે કેમ એવો પ્રશ્ન પૂછતાં પી. કે. ચૌધરીએ ઉમેર્યું હતું કે ‘ના, આવો કોઈ પ્લાન નથી. કૉમર્સ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલી સ્ટૅન્ડિંગ કમિટી ઑફ પાર્લમેન્ટે જ્યારે આ બાબતે ડિબેટ કરી હતી ત્યારે રાજ્યોને કન્સલ્ટ કરવામાં આવ્યાં હતાં. એમના ડિપાર્ટમેન્ટે રાજ્યોને ડાયરેક્ટ લખ્યું ન હતું. આ ઉપરાંત ડિસ્ક્શન પેપરના ફૉર્મમાં આ પ્રપોઝલ એમની સત્તાવાર વેબસાઇટ પર હતું અને રાજ્યોને આ માટે એમનો પ્રતિસાદ આપવાની છૂટ હતી.’


પી. કે. ચૌધરીએ જણાવ્યું હતું કે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં વિદેશી રોકાણને મંજૂરી આપવાની ગાઇડલાઇન્સ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે એ પડતી નથી મૂકવામાં આવી.

આનંદ શર્મા આજે બ્રીફિંગ કરશે

કૉન્ગ્રેસ પક્ષના કેટલાક સભ્યો રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણની મંજૂરીના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે એને કારણે કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર આનંદ શર્મા આજે કૉન્ગ્રેસના સંસદસભ્યોને બ્રીફિંગ કરશે અને આ નિર્ણય પાછળનાં કારણો અને એને કારણે જે ફાયદા થશે એની વિગતો આપશે. જોકે બુધવારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આનંદ શર્મા કૉન્ગ્રેસના સંસદસભ્યોને ગઈ કાલે બ્રીફિંગ કરશે, પરંતુ એમ થયું નથી, પણ હવે આજે બ્રીફિંગ કરવામાં આવશે.

કૉન્ગ્રેસના ઓછામાં ઓછા ત્રણ સંસદસભ્યોએ આ નિર્ણયનો જાહેરમાં વિરોધ કર્યો છે. એમ માનવામાં આવે છે કે કૉન્ગ્રેસ પક્ષના અન્ય ઘણા સંસદસભ્યો આ નિર્ણય બાબતે ખુશ નથી.

વિરોધપક્ષોએ સંસદમાં કામકાજ અટકાવી દીધું છે એ બાબતે આનંદ શર્માએ ઉમેર્યું હતું કે ‘આ લોકો અવરોધક તકવાદીઓ છે. વિરોધપક્ષો પૉલિસી ડિસિઝન્સનો અમલ કરવા બાબતે સરકારને ડિક્ટેટ ન કરી શકે.’

રોલબૅકની કોઈ જ ખાતરી ન આપી

સરકારના બે સહયોગી પક્ષ ડીએમકે (દ્રવિડ મુન્નેત્ર કઝઘમ) અને તૃણમૂલ કૉન્ગ્રેસ રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણના નિર્ણયનો વિરોધ કરે છે એ બાબતે ચર્ચા કરવા વડા પ્રધાન મનમોહન સિંહ બન્ને પક્ષના નેતાઓને ગઈ કાલે મળ્યા હતા, પરંતુ વિવાદાસ્પદ નિર્ણયના રોલબૅક માટે કોઈ જ ખાતરી આપી ન હતી.

બીજેપી રોલબૅકનો આગ્રહ રાખે છે

સંસદ શરૂ થતાં અગાઉ બીજેપીના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી અને પક્ષના અન્ય નેતાઓ મળ્યા હતા અને નક્કી કર્યું હતું કે સરકારે આ નિર્ણય રોલબૅક કરવો જોઈએ, નહીં તો એ આ બાબતે એડજોર્નમેન્ટ મોશન મૂવ કરશે.

ડીએમકેનો ચર્ચા માટે આગ્રહ

સરકારના સાથીપક્ષ ડીએમકે (દ્રવિડ મુન્નેત્ર કઝઘમ)ના સંસદસભ્ય ટી. શિવાએ ગઈ કાલે ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘અમે રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણના મુદ્દે સંસદમાં ચર્ચા થાય એમ ઇચ્છીએ છીએ. અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને અમારા વલણમાં કોઈ જ ફેરફાર નથી કરવાના.

સંસદની કામગીરી બંધ રહી

રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણની મંજૂરીના નિર્ણય સામે મડાગાંઠ ઊભી થવાની બાબતે ગઈ કાલે સંસદમાં આઠમા દિવસે પણ કામકાજ બંધ રહ્યું હતું. લોકસભામાં ડાબેરી પક્ષો, તૃણમૂલ કૉન્ગ્રેસ અને બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના સભ્યોએ સરકારના નિર્ણય સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

સોનિયા વ્યુ ક્લિયર કરે

બીજેપી (ભારતીય જનતા પક્ષ)નાં નેતા સુષમા સ્વરાજે ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘એમ જણાય છે કે સરકાર અને કૉન્ગ્રેસ રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણને મંજૂરી આપવાની બાબતે સંમત નથી. સોનિયા ગાંધીએ તેમનો મત સ્પષ્ટ કરવો જોઈએ. એમ જણાય છે કે સરકારે કૉન્ગ્રેસના કેટલાક સભ્યોને કન્સલ્ટ કર્યા વગર નિર્ણય લીધો છે એટલે સંજય સિંહ અને પ્રવીણ અરુણ જેવા કૉન્ગ્રેસના સંસદસભ્યો આ નિર્ણયના વિરોધમાં બોલે છે.’

નિર્ણય વ્યાપક ચર્ચા બાદ લેવામાં આવ્યો છે : અહલુવાલિયા

એફડીઆઇના મુદ્દે પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચૅરમૅન મૉન્ટેક સિંહ અહલુવાલિયાએ ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણનો નિર્ણય સરકારે વ્યાપક ચર્ચા બાદ લીધો છે. આ નિર્ણય લેતાં પહેલાં સરકારે બધા જ રાજકીય પક્ષો સહિત દરેક સ્ટેકહોલ્ડર્સને કન્સલ્ટ કર્યા છે. કન્સલ્ટેશનની કામગીરી લગભગ એકાદ વર્ષ સુધી ચાલી હતી. સરકારના સહયોગી પક્ષોને આ વાતની જાણ ન હોય એમ બની જ ન શકે.’

રાજ્યોએ જે ઑબ્જેક્શન્સ ઊભાં કર્યાં છે એ બાબતે મૉન્ટેક સિંહે ઉમેર્યું હતું કે ‘રાજ્યો પાસે વીટો છે. કોઈ રાજ્ય સમગ્ર દેશના ડેવલપમેન્ટ માટે વીટો વાપરે એ ચલાવી ન લેવાય.’

પ્રગતિના માર્ગમાં રાજકીય મતભેદો ન આવવા જોઈએ : રતન તાતા

એફડીઆઇને લઈને પ્રવર્તતા રાજકીય મતભેદ વિશે તાતા ગ્રુપના ચૅરમૅન રતન તાતાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતની પ્રગતિના માર્ગમાં રાજકીય મતભેદોનો અવરોધ ન આવવો જોઈએ.

રતન તાતાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ઇકૉનૉમીના સ્લોડાઉન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણને મંજૂરી આપવા બાબતે જ્યારે રાજકીય પક્ષોમાં મતભેદ ઊભા થયા છે ત્યારે રતન તાતાએ ભારતની ઇકૉનૉમિક લીડરશિપને રીએસ્ટાબ્લિશ કરવા માટે જણાવ્યું હતું. ભારતની આર્થિક પ્રગતિના માર્ગમાં રાજકીય મતભેદો અને સ્થાપિત હિતો ન આવવા દેવાં જોઈએ. પાસ્ટ ગ્લોરી રીબીલ્ડ કરવી અને દેશની ઇકૉનૉમિક લીડરશિપ રીએસ્ટાબ્લિશ કરવી એ દરેક ભારતીય માટે રાષ્ટ્રીય ગૌરવનો પ્રશ્ન હોવો જોઈએ.’

નિર્ણયને પાછો ખેંચવાનું મુશ્કેલ : મનમોહન સિંહ

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે સાથીપક્ષોને જણાવ્યું હતું કે રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણનો નિર્ણય પાછો ખેંચવાનું મુશ્કેલ છે અને તેમણે આ બાબતે સરકારની સાથે મત આપવો જોઈએ. Whatsapp-channel Whatsapp-channel

02 December, 2011 08:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK