ગુરુવારે કૅપિટલ હિલ્સ પર થયેલી હિંસા માટે જગત ખું ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માને છે અને એટલે જ એવું ધારવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પને સંસદભવનની જવાબદારી સોંપ્યા પછી તેઓ તરત જેલમાં પણ જઈ શકે છે. કોઈએ ધાર્યું નહોતું, કોઈના મનમાં નહોતું કે ટ્રમ્પ સત્તા છોડે એ વાતનો વિયોગ અમેરિકાને આ સ્તરે લાગે અને ટ્રમ્પની તરફેણમાં સંસદભવન પર આ રીતે લોકો તૂટી પડે. ના, ક્યારેય નહીં અને ટ્રમ્પ જ શું કામ, દુનિયાનો કોઈ એવો નેતા નથી જેને માટે આ પ્રકારે લોકો રસ્તા પર ઊતરી આવે. આ હકીકત છે. મહાનતમ કામ કરનારા નેતાઓ હવે રહ્યા નથી એવા સમયે ટ્રમ્પ માટે આ જેકંઈ બન્યું એ બધું ફેક દેખાઈ રહ્યું છે. અફકોર્સ એની તપાસ થશે અને તપાસમાં જો આ વાત કાગળ પર પણ પુરવાર થઈ ગઈ તો ડોનાલ્ડ ટ્રમ્પે જેલમાં જવું પડશે એ પણ એટલું જ સાચું છે.
અમેરિકામાં કાયદાનું પાલન ચુસ્તપણે કરવામાં આવે છે અને ખાસ કરીને હિંસાત્મક ગુનાની વાત હોય ત્યારે તો કોઈ એ કાયદા સામે ચમરબંધીપણું દેખાડી નથી શકતું. અમેરિકામાં બનેલી આ ઘટનાને કારણે અત્યારે એવી સંભાવના પણ જોવામાં આવે છે કે ટ્રમ્પ મહાશય પાસેથી હવે સત્તાના બાકી બચેલા જે ૧૦-૧૧ દિવસ છે એ પણ લઈ લેવામાં આવી શકે છે અને તેમને સત્તા પરથી ઉતારી દેવામાં આવી શકે છે. જો એવું નહીં થાય તો બની શકે કે આ આખી ઘટનાની તપાસ શૂન્ય સ્તરથી કરવામાં આવે અને ટ્રમ્પને જેલ સુધી ખેંચી જવામાં આવે. ટ્રમ્પ જેલમાં જાય એવો કોઈ ભાવાર્થ નથી, પણ જો એવું બન્યું તો એ વાત જગતઆખા માટે ઉદાહરણરૂપ તો અવશ્ય બનશે અને એ જરૂરી પણ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અમેરિકી મહાસત્તાના શક્તિશાળી નેતાને પોતાના સમર્થનમાં લોકોને ઉતારવાની સજા મળે તો આ રસ્તો ભવિષ્યમાં કોઈ નેતા વાપરે નહીં અને કોઈ દેશમાં એ પ્રકારની ઇનડાયરેક્ટ સરમુખત્યારશાહીનાં દર્શન કરવાં પડે નહીં. અમેરિકામાં લોકશાહી છે, પ્રેસિડન્ટશિપ છે, પણ પ્રેસિડન્ટશિપને લીધે લોકશાહીને ક્યાંય અસર નથી પડતી. પ્રેસિડન્ટના સિલેક્શન પૂરતી જ પ્રક્રિયા જુદી હોય છે. જે રીતે ભારતમાં વડા પ્રધાન માટે પણ નુકતેચીની થઈ શકે છે એ જ રીતે અમેરિકામાં પણ પ્રેસિડન્ટને તમે તમારો મત જણાવી શકો છો અને કોઈ જાતના ખોફ વિના તમે એનો વિરોધ પણ કરી શકો છો. વિરોધ કરીને તમે ખુલ્લેઆમ અન્યને સહકાર પણ આપી શકો છો અને એ સહકાર પછી જ આજનું આ વરવું પિક્ચર ઊભું થયું છે. જો બાયડનને પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા ત્યારથી ટ્રમ્પ મહાશય અંદરખાને સળગતા હતા, જેની અસર ગુરુવારે જોવા મળી અને સમર્થકોએ હિંસાત્મક રીતે સંસદભવન પર હુમલો કર્યો. ભારતીય સંસદભવન પર પણ હુમલો થયો હતો, પણ એ હુમલાખોરો આતંકવાદી હતા. અમેરિકામાં હુમલો કરનાર અમેરિકી નાગરિક છે અને એવા નાગરિક છે જેમની ડિમાન્ડ ટ્રમ્પ છે. જો આ રસ્તો ભવિષ્યમાં અન્ય દેશો શીખવા માંડશે તો લોકશાહી પર બહુ મોટું જોખમ ઊભું થશે અને એ જોખમ ઊભું ન થવા દેવું હોય તો, મને-કમને પણ કહેવું પડે કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકી કોર્ટ આકરાં પગલાં ભરે.
યાદ રાખજો કે માણસ સૂએ ત્યારે ઘડિયાળના કાંટા થંભી નથી જતા
16th January, 2021 17:12 ISTધન, ધન, ધનકોર, સારી ચાલ પાડી, વિધવાને પરણવાની બારી તેં ઉઘાડી
16th January, 2021 15:43 ISTદૂસરા આદમી : સમયથી પહેલાં આવી ગયેલી ફિલ્મ
16th January, 2021 15:43 ISTમેડિક્લેમ મેળવવાની 16 મહિનાની લડતનો અંત
16th January, 2021 15:43 IST