મકાનમાલિકે બિલ્ડર પાસેથી એનઓસી લેવાની જરૂર નથી : પૃથ્વીરાજ ચવાણ

Published: 2nd October, 2012 04:36 IST

રાજ્ય સરકારે ફ્લૅટના માલિકોને રાહતની લાગણી થાય એવી જાહેરાત કરતાં કહ્યું હતું કે હવે આખી ઇમારત બંધાઈ ગઈ હોય તો એના ફ્લૅટના રીસેલ માટે કે એને ટ્રાન્સફર કરાવતી વખતે હવે ડેવલપરના નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)ની જરૂર નહીં પડે.

આ મામલામાં નિવેદન આપતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘ફ્લૅટમાલિકે પોતાના ફ્લૅટના સેલિંગ કે રીસેલિંગ માટે બિલ્ડર પાસેથી એનઓસી લેવાની કોઈ જરૂર નથી. મહારાષ્ટ્ર ઓનરશિપ ઑફ ફ્લૅટ્સ ઍક્ટ અંતર્ગત આવી કોઈ જોગવાઈ નથી. આને કારણે ફ્લૅટમાલિકો પર એનઓસી લેવાનું દબાણ કરવું એ ગેરકાયદે પ્રવૃત્તિ છે જે અટકવી જોઈએ.’

મુખ્ય પ્રધાનને ફરિયાદો મળી હતી એમાં જણાવવામાં આવ્યું હતું કે બિલ્ડિંગ બની જાય એ પછી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના નિર્માણમાં વિલંબ કરવામાં આવે છે. પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે જો કોઈ સરકારી અધિકારી ફ્લૅટમાલિક પાસે એનઓસી માગે તો તેણે આ વાત સરકારના ધ્યાન પર લાવવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK