રાજસ્થાનમાં સ્કૂલ-હૉસ્પિટલ નજીક મોબાઇલ ટાવર પર પ્રતિબંધ મુકાયો

Published: 28th November, 2012 05:23 IST

મોબાઇલ ટાવર આરોગ્ય માટે હાનિકારક ગણાવતાં રાજસ્થાન હાઈ ર્કોટે ગઈ કાલે રાજ્યના મોબાઇલ ઑપરેટરોને બે મહિનામાં સ્કૂલ, હૉસ્પિટલ તથા રમતનાં મેદાનો નજીકથી મોબાઇલ ટાવર દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

રાજસ્થાનના ચીફ જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એન. કે. જૈની બેન્ચે ચુકાદો આપતાં કહ્યું હતું કે મોબાઇલ ટાવરમાંથી ઉત્સર્જિત થતું રેડિયેશન બાળકો અને દર્દીઓ માટે હાનિકારક છે. બેન્ચે આ માટે કેન્દ્ર સરકારની ઇન્ટર મિનિસ્ટેરિયલ કમિટીના અહેવાલનો હવાલો આપ્યો હતો. આ સાથે હાઈ ર્કોટે જેલ તથા ઐતિહાસિક મહત્વ ધરાવતાં સ્થળોની ૧૦૦ મીટરની હદમાં પણ મોબાઇલ ટાવર રાખવા પર બૅન મૂક્યો છે. આ આદેશનો ભંગ કરનાર ઑપરેટરો સામે પગલાં ભરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK