નૅશનલ પાર્કમાં પાર્ટીના ઇરાદાથી જતા હો તો એક વાર વિચાર કરજો

Published: 26th December, 2011 04:51 IST

૩૧ ડિસેમ્બરે જો તમે તમારા કૉલેજના ફ્રેન્ડ્સ સાથે સંજય ગાંધી નૅશનલ પાર્કમાં જઈને પાર્ટી કરવાના હો તો એક વખત વિચાર કરજો. પાર્કની હદમાં ઊંચા અવાજે મ્યુઝિક વગાડતા અથવા ઝડપથી વાહન ચલાવતા લોકો સામે કડક પગલાં લેવાનો સત્તાધીશોએ નર્ણિય લીધો છે.

 

સંજય ગાંધી નૅશનલ પાર્કના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મુલાકાતીઓને અપીલ કરી રહ્યા છીએ કે આ કોઈ નૉર્મલ પાર્ક નથી પરંતુ નૅશનલ પાર્ક છે અને એના નિયમોનું પાલન થવું જોઈએ. વિઝિટર્સમાં મોટા ભાગે યંગસ્ટર્સ જ હોય છે. તેઓ ખૂબ જ સ્પીડમાં ટૂ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ ચલાવતા હોય છે અને જોર-જોરથી મ્યુઝિક વગાડતા હોય છે. આ વખતે આ પ્રકારનું વર્તન જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. આ માટે અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ આવા લોકોને પકડીને તેમની સામે કડક પગલાં લેશે. ૩૧ ડિસેમ્બરે આવતા મુલાકાતીઓમાં મોટા ભાગના કૉલેજિયન્સ હોય છે. નૅશનલ પાર્કમાં દારૂ પીતા લોકોને પણ રંગેહાથ ઝડપવામાં આવશે. યુવાનો સામાન્ય રીતે દારૂની બૉટલ તેમની બૅગમાં છુપાવી દેતા હોય છે અને પાર્કમાં છુપાઈ-છુપાઈને ડ્રિન્ક કરતા હોય છે. આવું ન થાય એ માટે દરેક વિઝિટરની બૅગ ચેક કરવામાં આવશે. નૅશનલ પાર્કમાં જ્યાં-ત્યાં પ્લાસ્ટિકનો કચરો ફેંકતા લોકો સામે પણ ઍક્શન લેવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK