અનાથ દીકરીનાં પિયરીયાનો રોલ કર્યો નાગપુર પોલીસે, કરી કન્યા વિદાય

Updated: May 07, 2020, 17:54 IST | Gujarati Mid-day Online Correspondent | Nagpur

લૉકડાઉનને લીધે સંબંધીઓ આવી શકે એમ નહોતા, માતા-પિતા વગરની દીકરીને પોલીસે આપ્યા આર્શીવાદ

નાગપુર પોલીસે નવયુગલની તસવીર ટ્વીટ કરી હતી
નાગપુર પોલીસે નવયુગલની તસવીર ટ્વીટ કરી હતી

લગ્નના દિવસે અનાથ દીકરીના પરિવારની ભુમિકા ભજવનના નાગપૂર પોલીસે સહુનું દીલ જીતી લીધું છે. દેશવ્યાપી લૉકડાઉનને લીધે દુલ્હનના સગા સંબંધીઓ લગ્નમાં પહોચી શકે એમ નહોતા અને તેણે બહુ પહેલા જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. એટલે જીવનના સૌથી જરૂરી દિવસમાં તેને પોતીકાંની અછત ન વર્તાય એટલે નાગપુર પોલીસ આર્શીવાદ આપવા પહોચી હતી.

તાજેતરમાં જ નાગપુર પોલીસે તેના ટ્વીટર હેન્ડલ પરથી નવવિવાહિત યુગલની તસવીર શેર કરી હતી જેમણે પોલીસની હાજરીમાં લગ્ન કાર્ય હતા. તેમણે ટ્વીટરમાં લખ્યું હતું કે, દુલ્હનના માતા-પિતા ગુજરી ગયા છે અને અવર-જવર પર બંધન હોવાથી કોઈ સગા સંબંધીઓ આવી શકે તેમ નહોતા એટલે નાગપુર પોલીસે ગેરહાજરી પુરાવવાનો પ્રયત્ન કર્યો હતો. નવવિવાહિતને આર્શીવાદ આપવા માટે પોલીસ ઈન્સપેક્ટર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

નાગપુર પોલીસના ટ્વીટરને અસંખ્ય લઈક્સ મળી હતી અને લોકોએ તેમના આ પગલાંને બીરદાવ્યું પણ હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK