આ વર્ષે એક પણ એન્કાઉન્ટર નહીં

Published: 29th December, 2011 04:56 IST

છેલ્લા દશકામાં ૨૭૨ ગુનેગારોને એન્કાઉન્ટર દ્વારા યમસદને પહોંચાડનારી મુંબઈપોલીસે આ દશકામાં પ્રથમવાર ૨૦૧૧માં એક પણ એન્કાઉન્ટર કર્યું નથી. માનવઅધિકાર પંચની વધતી જતી સક્રિયતાને કારણે પણ મુંબઈપોલીસે પોતાની કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કયોર્ હોવાનો મત પણ આ ક્ષેત્રના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

 

આ ઉપરાંત એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે જાણીતા અધિકારીઓની ખોટ પણ આમાં કારણભૂત ગણાવી શકાય. ગયા દશકની શરૂઆતમાં એટલે કે ૨૦૦૧માં મુંબઈપોલીસે ૯૪ એન્કાઉન્ટર કર્યા હતાં. કુલ ૨૭૨ એન્કાઉન્ટરોમાં છોટા રાજનની ગૅન્ગના ૯૭ ગુંડા અને દાઉદની ગૅન્ગના ૪૬ ગુંડાને પોલીસે ઠાર માર્યા હતા, પરંતુ દશકાના અંતમાં આ આંકડો ઘટતાં ૨૦૧૦માં માત્ર સાત એન્કાઉન્ટર થયાં હતાં.

એક વરિષ્ઠ પોલીસ-અધિકારીના મતે છેલ્લા દશકામાં થયેલાં એન્કાઉન્ટરમાં મોટા ભાગના ગુંડાઓ માર્યા ગયા હતા. વળી અમુક દેશ છોડી પલાયન થઈ ગયા હતા એટલે નાના ગુનેગારો પર કાબૂ મેળવવા એન્કાઉન્ટરની ગરજ ન રહી. માનવઅધિકાર પંચની સક્રિયતાને કારણે પણ એન્કાઉન્ટરના બનાવો ઓછા થયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK