ગુજરાતની ચૂંટણીમાં મોદી-નીતીશકુમાર વચ્ચે ટક્કર

Published: 11th September, 2012 02:57 IST

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર રાજકીય હરીફ નીતીશકુમારે હવે મોદીને તેમના ઘરઆંગણે જ ચૅલેન્જ આપવાનું નક્કી કર્યું છે.

ગઈ કાલે જેડીયુએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ટસલ વધુ વકરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમ્યાન જેડીયુના ઉમેદવારો માટે શરદ યાદવ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર બન્ને પ્રચાર કરશે. જેડીયુની આ જાહેરાતને કારણે નીતીશ અને મોદી વચ્ચેની રાજકીય દુશ્મનાવટ વધુ તીવ્ર બનશે એવું માનવામાં આવે છે. ગઈ કાલે નવી દિલ્હીમાં જેડીયુના પ્રમુખ શરદ યાદવને જ્યારે પૂછવામાં આવ્યું કે અન્ય રાજ્યોમાં જેડીયુએ બીજેપી સાથે ગઠબંધન કર્યું છે તો પછી ગુજરાતમાં કેમ નહીં? ત્યારે તેમણે આ સવાલનો ચોક્કસ જવાબ આપવાનું ટાળ્યું હતું. શરદ યાદવે કહ્યું હતું કે ‘ગુજરાતમાં અમે લાંબા સમયથી બીજેપીથી અલગ થઈને ચૂંટણી લડી રહ્યા છીએ. એટલું જ નહીં, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં પણ અમે બીજેપીથી અલગ છીએ.’

શરદ યાદવ-નીતીશકુમાર પ્રચાર કરશે

ગુજરાતની ચૂંટણીમાં જેડીયુ કેટલી બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે એવા સવાલનો જવાબ આપવાનું પણ શરદ યાદવે ટાળ્યું હતું. એવી અટકળો છે કે ગુજરાતમાં જેડીયુ ૧૮૨માંથી ૧૦૦ જેટલી બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે.

જેડીયુ = જનતા દળ યુનાઇટેડ

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK