સિધ્ધપુર-પાલનપુર અને મહેસાણા-સિધ્ધપુર રોડ બનશે 6 લેન, 445 કરોડ મંજૂર

Published: Jul 16, 2019, 17:40 IST

જરાતમાં મહેસાણા-સિધ્ધપુર અને સિધ્ધપુર-પાલનપુર રોડ 6 લેન બનાવવામાં આવશે. આ રોડ માટે 445 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ગુજરાતમાં રોડ સુવિધામાં વધારો કરવા માટે સરકાર સતત કાર્યરત છે. રાજ્યમાં ટ્રાફીકનું ભારણ ઘટે અને નાગરિકોની સલામતી થાય તે માટે ગુજરાત સરકાર ઉતર-મધ્ય ગુજરાતના મુખ્ય ફોર લેન માર્ગોની ટેન્ડર પ્રક્રીયા પૂરી થઈ ગઈ છે. આ ફોર લેન માર્ગો 656 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં મહેસાણા-સિધ્ધપુર અને સિધ્ધપુર-પાલનપુર રોડ 6 લેન બનાવવામાં આવશે. આ રોડ માટે 445 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં માર્ગ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવશે અને 2 વર્ષની અંદર આ માર્ગ તૈયાર થઈ જશે.

આ યોજના વિશે રાજ્ય સરકારના નાણા પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, વર્લ્ડ બેન્કની લોનની મદદથી આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના-2 હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 1938 રુપિયા છે જેમાંથી 1050 રૂપિયાની વર્લ્ડ બેન્કની લોન મળશે જ્યારે 222 કરોડ રૂપિયાનો હિસ્સો રાજ્ય સરકારનો રહેશે.

સિધ્ધપુરથી પાલનપુરનો રસ્તો 215 કરોડ રુપિયના ખર્ચે તૈયાર કરવામાં આવેશ જેમાં સિધ્ધપુરથી પાલનપુર સુધીનો 36 કિલોમીટરનો રસ્તો 6 લેનમાં તૈયાર કરવામાં આવશે. હાલ આ રસ્તો 4 લેન છે જેને 6 લેન બનાવવામાં આવી રહ્યો છે આ સિવાય રસ્તાની ડાબી બાજુએ ખાસ સર્વિસ રોડ બનાવવામાં આવશે. સિધ્ધપુર-પાલનપુર વચ્ચે હાલ જે 4 લેન પૂલો છે તેને 8 લેન બનવાવામાં આવશે. આ પ્રોજેક્ટની મદદથી આ રસ્તા પર વધતી ટ્રાફીકની સમસ્યા અને અકસ્માતમાં ઘટાડો થશે.

આ પણ વાંચો: લોકસભામાં ખરડો રજૂઃ હેલ્મેટ વિના ડ્રાઇવિંગનો દંડ 1000 રૂપિયા

મહેસાણા થી સિધ્ધપુરનો રસ્તો 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. 230 કરોડ રુપિયાના ખર્ચે બની રહેલા 6 લેન માર્ગમાં 25 કિલોમીટરનો માર્ગ બનાવવામાં આવશે. મહેસાણા-સિધ્ધપુર રસ્તાની ડાબી બાજુએ પણ ખાસ સર્વિસ રોડ માટે 1 વધારાની લેન બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા થી સિધ્ધપુર જતા વચ્ચે આવતા પૂલો પહેલાથી 8 લેન બનાવવામાં આવેલા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK