Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નીતિન ગડકરીની ગુગલીથી BJPમાં દિવાળી ધમાકો

નીતિન ગડકરીની ગુગલીથી BJPમાં દિવાળી ધમાકો

23 October, 2014 04:14 AM IST |

નીતિન ગડકરીની ગુગલીથી BJPમાં દિવાળી ધમાકો

નીતિન ગડકરીની ગુગલીથી BJPમાં દિવાળી ધમાકો



Nitin Gadkari





રવિકિરણ દેશમુખ


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ હવે રાજ્ય સરકારની રચના માટે BJP થનગની રહી છે. ચીફ મિનિસ્ટરની રેસમાં પાર્ટીના પ્રદેશપ્રમુખ દેવેન્દ્ર ફડણવીસ ફ્રન્ટ-રનર હોવાનું પણ સંભળાઈ રહ્યું છે, પરંતુ છેલ્લા બે દિવસથી નાગપુરમાં બેઠેલા કેન્દ્રના મિનિસ્ટર નીતિન ગડકરીના મનમાં શું ચાલી રહ્યું છે એની પ્રદેશથી લઈને દિલ્હીમાં બેઠેલા પાર્ટીના મોટા નેતાઓને પણ ખબર નથી. RSSના માનીતા નીતિન ગડકરીનું ભવ્ય સ્વાગત અને ત્યાર બાદ જે શક્તિ-પ્રદર્શન થયું છે એની જાણ પાર્ટીના મોટા નેતાઓને પણ મીડિયા દ્વારા જ થઈ હતી અને સૌ ચોંકી ઊઠ્યા હતા.

ગડકરીની ગણતરી શું છે?

BJPના નેતાઓના જણાવ્યા પ્રમાણે ગડકરીનો આ કાર્યક્રમ પૂર્વનિયોજિત હતો. ગડકરી મુંબઈ આવ્યા હતા અને વિદર્ભ પ્રાંતના વિધાનસભ્યો નાગપુર પહોંચે એ પહેલાં જ તેઓ નાગપુર પહોંચી ગયા હતા અને નાગપુર ઍરપોર્ટ પર વિધાનસભ્યોનું વિમાન આવે એની રાહ જોઈ હતી. નાગપુરમાં મહલ એરિયામાં પોતાના ઘરે જતા પહેલાં ગડકરીએ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને ઍરપોર્ટ પર આવકાર્યા હતા. પત્રકારોને ગડકરીએ એમ કહ્યું હતું કે પાર્ટીના આ વિધાનસભ્યો ભારે માર્જિનથી જીત્યા હોવાથી તેમનું સ્વાગત તો થવું જ જોઈએ.

વેલ-પ્લાન્ડ પાવર-પ્રદર્શન

પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે ગડકરી ઘરે પહોંચ્યા ત્યારે લગભગ દસેક હજાર કાર્યકરો તેમનું ભવ્ય સ્વાગત કરવા તૈયાર હતા અને વિમાનમાંથી ઊતરેલા વિધાનસભ્યો પણ એમાં જોડાયા હતા. આ ક્રાઉડમાં પાર્ટીના લોકલ કાર્યકરો, સ્થાનિક સુધરાઈના નેતાઓ અને વિદર્ભ પ્રાંતના પાર્ટીના હોદ્દેદારો હતા. બસ, ગડકરી પહોંચ્યા એટલે તરત જ પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ સુધીર મુનગંટીવારે જાહેર કર્યું હતું કે પાર્ટીના સિનિયર નેતાઓ ઇચ્છે છે કે નીતિન ગડકરી મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર બને અને ગડકરીનું શક્તિ-પ્રદર્શન શરૂ થઈ ગયું હતું.

ગડકરીનો રોષ શું છે?

આ અણધાર્યા ઘટનાક્રમથી આભા બની ગયેલા પાર્ટીના પ્રદેશના નેતાઓના જણાવ્યા પ્રમાણે ગડકરીની આ ગણતરીપૂર્વકની ચાલ હતી અને મુનગંટીવારે બયાન આપ્યા બાદ ચીફ મિનિસ્ટર માટે નવી જ ચર્ચા ઊઠી છે, કેમ કે કેન્દ્રની નેતાગીરીએ દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર મારી દીધી છે અને માત્ર જાહેરાત થવાની બાકી છે. આમાં પૉલિટિક્સ એ છે કે મુનગંટીવારને હટાવીને ફડણવીસને પાર્ટીના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે ખરેખર તો ગડકરી રાજ્યમાં પાર્ટીનું નેતૃત્વ ઇચ્છતા હતા. જોકે ત્યારે ગોપીનાથ મુંડે જીવિત હતા અને તેમણે વર્ષોના પોતાના હરીફ ગડકરીનું પત્તું કાપીને ફડણવીસને રાજ્યમાં પાર્ટીનું સુકાન સોંપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મુંબઈ યુનિટમાં પણ ગડકરીનાં ગુણગાન

આ વિવાદમાં BJPના વધુ એક સિનિયર નેતા અને ચીફ મિનિસ્ટરની રેસમાં થોડા પાછળ રહી ગયેલા મરાઠા નેતા વિનોદ તાવડે પણ કૂદી પડ્યા છે. તાવડેએ કહ્યું હતું કે માત્ર હું જ નહીં, પાર્ટીના કેટલાય સિનિયર નેતાઓ ગડકરીને ચીફ મિનિસ્ટરપદે જોવા ઇચ્છે છે. તાવડે જ નહીં, પાર્ટીના મુંબઈના અધ્યક્ષ આશિષ શેલાર પણ ગડકરી-જૂથના જ છે અને તેમણે પણ ગડકરીનાં ગુણગાનમાં કોરસ પુરાવતાં નવેસરથી વિવાદ અને ચર્ચા ચાલી છે. વિદર્ભના નેતાઓમાંથી નાગપુર અને ચંદ્રપુરના વિધાનસભ્યો સુધાકર દેશમુખ અને નાના શામકુલે ગડકરીના વિશ્વાસુ નેતાઓ છે.

BJPના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે BJP કૅડર-બેઝ્ડ અને શિસ્તબદ્ધ પાર્ટી હોવાથી કોઈ ખુરસી માટે આવું પૉલિટિક્સ અને પ્રેશર-ગેમ ક્યારેય ન ચલાવી લે. જોકે આ વખતે મામલો ગડકરીનો છે જેણે અગાઉ પાર્ટીના મુંબઈના હેડક્વૉર્ટરમાંથી પ્રમોદ મહાજન જેવા પાર્ટીના કદ્દાવર નેતા વિશાળ રૅલીને સંબોધી રહ્યા હોવાનું દર્શાવતું મોટું પોસ્ટર હટાવ્યું હતું. આ પોસ્ટરની જગ્યાએ ગડકરીએ પાર્ટીની નિશાની કમળ અને એની નીચે ત્રણ વાક્યો લખેલું પોસ્ટર મુકાવ્યું હતું. આ વાક્યો છે : નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ અને મી થર્ડ.

વિદર્ભના ૩૯ વિધાનસભ્યો ખિસ્સામાં

રાજ્યના પાર્ટીના નેતાઓની હાલત એવી છે કે તેઓ ખૂલીને કંઈ બોલી પણ નથી શકતા, કેમ કે ગડકરી પાર્ટીના સિનિયર નેતાઓ અને ખાસ તો RSSના ટોચના નેતાઓ સાથે મધુર સંબંધો ધરાવે છે. ગડકરી-કૅમ્પના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે વિદર્ભ પ્રાંતમાંથી ચૂંટાયેલા પાર્ટીના ૪૪ વિધાનસભ્યોમાંથી દેવેન્દ્ર ફડણવીસને બાદ કરતાં તમામ વિધાનસભ્યોનો ગડકરીને ટેકો છે. ગડકરીના શક્તિ-પ્રદર્શનમાં ૩૯ વિધાનસભ્યો જોડાયા હતા. આ ઉપરાંત મુંબઈ, પુણે અને વેસ્ટર્ન મહારાષ્ટ્રમાંથી ચૂંટાયેલા ૧૦-૧૫ વિધાનસભ્યો ગડકરીના વિશ્વાસુ છે.

આ તો નવી વિધાનસભામાં ગડકરીની સ્ટ્રેન્થની વાત થઈ. RSSના સરસંઘચાલક મોહન ભાગવતના ચારેય હાથ ગડકરી પર છે અને તેમણે જ એક સમયે ગડકરીને BJPના રાષ્ટ્રીય પ્રમુખપદે બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પાર્ટીનો પ્રૉબ્લેમ શું છે?

આમેય પાર્ટીમાં ચીફ મિનિસ્ટરપદે બ્રાહ્મણ કે મરાઠા નેતાને બેસાડવો કે કેન્દ્રમાંથી કોઈને રાજ્યના ચીફ મિનિસ્ટરપદે લાવવો એની ચર્ચા અંદરખાને ચાલે છે એમાં ગડકરીનું શક્તિ-પ્રદર્શન એક નવું પરિમાણ બન્યું છે. પાર્ટીએ કેન્દ્રમાં ગડકરી ઉપરાંત પ્રકાશ જાવડેકરને કૅબિનેટમાં સ્થાન આપેલું છે અને પાર્ટીમાં વિનય સહસ્રબુદ્ધે, વિજય રાહતકર અને પૂનમ મહાજનને પાર્ટીના સંગઠનમાં મહત્વનાં સ્થાન આપ્યાં છે અને આ તમામ નેતાઓ મહારાષ્ટ્રના અને બ્રાહ્મણ છે એથી રાજ્યમાં મરાઠા અને અધર બૅકવર્ડ ક્લાસના નેતાઓમાં મહત્વનાં પદોથી વંચિત રાખવામાં આવતા હોવાની લાગણી પ્રસરેલી છે.

નાગપુર-ઈસ્ટના વિધાનસભ્યની નીતિન ગડકરી માટે બેઠક ખાલી કરવાની ઑફર

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી BJPના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ દેવેન્દ્ર ફડનવીસને મુખ્ય પ્રધાનપદ માટે પસંદ કરાય એવી શક્યતાઓ ચર્ચાતી હતી, પરંતુ મુખ્ય પ્રધાનપદનો તાજ ધારણ કરવા માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને રાજ્યમાં લાવવાની માગણીઓ શરૂ થયા પછી નાગપુર-ઈસ્ટના વિધાનસભ્ય ક્રિfના ખોપડેએ તેમની રાજકીય કારકર્દિીમાં મહત્વની ભૂમિકા ભજવનારા ગડકરી જો રાજ્યમાં આવવાના હોય તો તેમના માટે બેઠક ખાલી કરવાની ઑફર કરી હતી. ખોપડેની આ વિધાનસભ્યપદની બીજી ટર્મ છે.

ખોપડેની આ ઑફર વિશે પત્રકારોએ ફડણવીસને પૂછuું ત્યારે તેમણે કોઈ ટિપ્પણી કરવાને બદલે ચુપકીદી સેવી હતી. મંગળવારે રાતે આ બાબતે તેમણે એટલું જ કહ્યું હતું કે પાર્ટીની સેન્ટ્રલ લીડરશિપ જે જવાબદારી સોંપે એ સ્વીકારવા હું તૈયાર છું.

મંગળવારે વિદર્ભના ૪૪માંથી ૩૯ વિધાનસભ્યો ગડકરીને તેમના નાગપુરના રહેઠાણ પર મળ્યા હતા અને તેમને મુખ્ય પ્રધાન બનાવવાની માગણી કરી હતી.

વિદર્ભના વિધાનસભ્યો સાથેની એ મુલાકાત બાબતે નીતિન ગડકરીએ ઇલેક્ટ્રૉનિક મીડિયાને કહ્યું હતું કે ‘એ વિધાનસભ્યોને મારે માટે ઘણું માન હોવાથી તેઓ મળવા આવ્યા હતા. મેં રાજ્યના રાજકારણમાં પાછા નહીં આવવાનું મારું વલણ સ્પષ્ટ કરી દીધું છે. એમ છતાં પાર્ટીની સેન્ટ્રલ લીડરશિપે નક્કી કરવાનું છે. તેઓ જે જવાબદારી આપશે એ સ્વીકારવા હું તૈયાર છું. મુખ્ય પ્રધાન બનાવવા બાબતે પાર્ટીનું સંસદીય ર્બોડ નિર્ણય લેશે.’

ગડકરીની તરફેણમાં સૂત્રોચ્ચાર

અહીં રસપ્રદ બાબત એ છે કે ગડકરીને મળીને તેમને મુખ્ય પ્રધાનપદ માટ ટેકો આપનારા ૩૯ વિધાનસભ્યોમાંથી ૨૮ પહેલી જ વખત વિધાનસભામાં ચૂંટાયા છે. એક અખબારી સમાચાર પ્રમાણે આ વિધાનસભ્યોએ ગડકરીના નિવાસસ્થાને ‘મહારાષ્ટ્ર કા ઘ્પ્ કૈસા હો, નીતિન ગડકરી જૈસા હો’ એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

હાઈ કમાન્ડ આ શક્તિપ્રદર્શનને મહત્વ નહીં આપે

જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ પાર્ટી હાઈ કમાન્ડ ગડકરીના આ શક્તિપ્રદર્શનને કોઈ મહત્વ નહીં આપે. પાર્ટી ફડણવીસને મહારાષ્ટ્રનું સુકાન સોંપવાનો નિર્ણય લઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું હતું. BJPનાં ઉચ્ચ સ્તરીય સૂત્રોએ ફડનવીસને મુખ્ય પ્રધાન બનાવવાના નિર્ણય પર હાઈ કમાન્ડ અડગ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2014 04:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK