લગ્નના ત્રણ વર્ષ પછી નીતા અંબાણીને ડૉક્ટરે કરી આ વાત....

Published: 13th April, 2019 19:13 IST

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નના ત્રણ વર્ષ પછી સંપૂર્ણ પરિવારને ખૂબ જ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા હતા.

નીતા અને મુકેશ અંબાણીના લગ્નની તસવીર
નીતા અને મુકેશ અંબાણીના લગ્નની તસવીર

અંબાણી પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર છે. દરેક વ્યક્તિ આ પરિવારની લગ્ઝરીઅસ જીવન વિશે જાણવા ઇચ્છતો હોય છે. આ પરિવાર પાસે સંપત્તિ છે તેનો એ અર્થ નથી કે તેના જીવનમાં ક્યારેય કોઇ દુઃખ આવ્યા જ નથી. મળી રહેલી માહિતી પ્રમાણે જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નના ત્રણ વર્ષ પછી સંપૂર્ણ પરિવારને ખૂબ જ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા હતા. આ બાબત વિશે નીતા અંબાણીએ પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવી હતી.

સ્કુલમાં માતાને લઇને નિબંધ પણ લખ્યો હતો

વર્ષ 2011માં નીતા અંબાણીએ જણાવ્યું કે તેઓ હંમેશાથી જ માતા બનવા ઇચ્છતાં હતાં. સ્કુલમાં તેણે માતા બનવા પર નિબંધ પણ લખ્યો હતો. તેમણે કહ્યું કે, "લગ્નના થોડાંક વર્ષો પછી મને ડૉક્ટર્સે મને કહ્યું કે હું ક્યારેય મા નહીં બની શકું. તે સમયે મારી ઉંમર 23 વર્ષ હતી. ત્યારે મને ખબર પડી કે હું ક્યારેય કન્સીવ નહીં કરી શકું. આ વાત સાંભળીને હું લગભગ તૂટી ચૂકી હતી. ડૉ. ફિરૂઝા પારેખ મારા ખૂબ જ સારા મિત્ર છે. તેમની સારવારની મદદથી અમુક વર્ષોમાં મેં કન્સીવ કર્યું અને મને બે જુડવા બાળકો થયા. આ બાળકો આકાશ અને ઇશા અંબાણી."

Nita Ambani

આ ઇન્ટરવ્યુ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે તેઓ એક પીડાદાયક પ્રેગ્નેન્સીમાંથી પસાર થયા હતાં. તેમણે જણાવ્યું કે, "મારા સરોગસી દ્વારા બે બાળકો થયા પણ તે તેના સમય કરતાં બે મહિના પહેલા જ થઇ ગયા. તેના ત્રણ વર્ષ પછી અનંત અંબાણીનો જન્મ થયો. આ એક નેચરલ પ્રેગ્નેન્સી હતી. પણ આને કારણે મારું અને બાળકનું વજન ખૂબ જ વધી ગયું હતુ. પણ હું ખૂબ જ ખુશ હતી અને તેથી જે બની રહ્યું હતું તે થવા દીધું."

Ambani Family

બાળકોને કેન્ટીનમાં ખાવા માટે 5 રૂપીયા આપતી હતી : નીતા અંબાણી

નીતા અંબાણીએ પોતાના બાળકોના ઉછેર માટે કહ્યું કે, "જ્યારે મારા બાળકો મોટા થયા ત્યારે પણ હું તેમને પાંચ રૂપિયા જ આપતી હતી. જેને તે પોતાની કેન્ટીનમાં ખાવા પીવા માટે વાપરી શકે. એકવાર મારો નાનો દીકરો અનંત મારી પાસે આવ્યો અને તેણે મારી પાસેથી 10 રૂપિયા માગ્યા. મેં તેને તરત પૂછ્યું કે તને 10 રૂપિયા શું કામ જોઇએ છે. તેણે કહ્યું કે સ્કૂલમાં મારા મિત્રો મને પાંચ રૂપિયા સાથે જુએ છે ત્યારે તે મારો મજાક ઉડાડે છે. કહે છે કે અંબાણી છે કે ભિખારી. આમાં મુકેશ કંઇ જ કરી શકે એમ નહોતા." તાજેતરમાં ઇશા અંબાણીએ વૉગ મેગેઝીનને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનો અને તેના ભાઇ આકાશ અંબાણીનો આઇવીએફ ટેક્નોલોજીની મદદથી જન્મ થયો છે. નીતા અંબાણીએ મુકેશ અંબાણી સાથે લગ્નના સાત વર્ષ પછી બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો : અંબાણીના ડ્રાઇવર બનવા પણ પરીક્ષા આપવી પડે છે, પાસ થતા મળશે લાખોનો પગાર

ઇશા અંબાણીએ કહ્યું કે, "અમારા જન્મ થયા પછી માતા નીતા પોતાનો સંપૂર્ણ સમય અમને આપવા ઇચ્છતી હતી. જ્યારે અમે પાંચ વર્ષના થયા ત્યારે તે ફરી કામે લાગી ગયા. આજે પણ તે તેવા જ છે જેવા પહેલા હતા. પિતાજી કરતાં માતા કડક સ્વભાવની હતી."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK