રાહુલ બજાજજી, આવી વાતોથી રાષ્ટ્રીય હિત ઘવાઈ શકે છે: નિર્મલા સીતારમણ

Published: Dec 03, 2019, 10:19 IST | New Delhi

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઉદ્યોગપતિ રાહુલ બજાજને જવાબ આપતાં કહ્યું કે પોતાની ધારણા ફેલાવા સિવાય ઉત્તર મેળવવાના અન્ય પણ ઘણા રસ્તા છે, પરંતુ આવી વાતોથી રાષ્ટ્રીય હિત ઘવાઈ શકે છે.

નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણ

દેશના અર્થતંત્રનો ગ્રાફ હાલ નીચો જઈ રહ્યો છે. સરકાર લોકોને દિલાશો પણ આપી રહી છે કે ગ્રાફ વધશે ત્યારે દેશના નાણાપ્રધાનને અર્થતંત્ર વિશે પૂછેલા સવાલો દેશના હિતને જોખમરૂપ લાગે છે ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઉદ્યોગપતિ રાહુલ બજાજને જવાબ આપતાં કહ્યું કે પોતાની ધારણા ફેલાવા સિવાય ઉત્તર મેળવવાના અન્ય પણ ઘણા રસ્તા છે, પરંતુ આવી વાતોથી રાષ્ટ્રીય હિત ઘવાઈ શકે છે.

ગઈ કાલે નિર્મલા સીતારમણે ટ્વીટ કરી કહ્યું કે રાહુલ બજાજે જે મુદ્દાઓ ઉઠાવ્યા તેમના જવાબ ગૃહપ્રધાન અમિત શાહે આપ્યા છે. સવાલ હોય, આલોચનાઓ હોય, તમામને સાંભળવામાં આવે છે. તેમના જવાબ પણ અપાય છે. તેમને રેખાંકિત કરવામાં આવે છે. આગળ નાણાપ્રધાને કહ્યું કે પોતાની ધારણા ફેલાવવાને બદલે જવાબ મેળવવાના બીજા પણ સારા રસ્તાઓ છે. આવી વાતોથી રાષ્ટ્રીય હિત ઘવાઈ શકે છે.

જણાવી દઈએ કે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન ઉદ્યોગપતિ રાહુલ બજાજે અમિત શાહને કહ્યું હતું કે આ સમયે લોકોમાં ડરનો માહોલ છે જે સરકારની નિંદા કરવાથી દૂર ભાગે છે, કારણ કે તેમને વિશ્વાસ નથી કે તેમની આલોચનાને સરકારમાં કઈ રીતે લેવામાં આવશે તેમ જ રાહુલના આ પૂરાં નિવેદનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો અને ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK