Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નિર્ભયા કેસઃ ચારેય આરોપીઓ પાસે કાયદાકિય ઉપાય માટે અઠવાડિયાનો સમય

નિર્ભયા કેસઃ ચારેય આરોપીઓ પાસે કાયદાકિય ઉપાય માટે અઠવાડિયાનો સમય

27 February, 2020 08:54 PM IST | Delhi
Vinit Tripathi

નિર્ભયા કેસઃ ચારેય આરોપીઓ પાસે કાયદાકિય ઉપાય માટે અઠવાડિયાનો સમય

નિર્ભયા કેસઃ ચારેય આરોપીઓ પાસે કાયદાકિય ઉપાય માટે અઠવાડિયાનો સમય


નિર્ભયા ગેંગરેપ અને હત્યાના મામલે દિલ્હી હાઇ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે અને જાહેર કર્યું છે કે દોષીઓની ફાંસી અંગે અઠવાડિયામા જ અનિવાર્ય કાયદિકસ વિકલ્પ લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ અનુસાર દોષીઓ પાસે હવે એક જ અઠવાડિયું છે જેમાં તે જેટલા જોઇ તેટલા કાયદાકિય નુસ્ખાઓ અને ઉપાયનો ઉપયોગ કરી શકશે. હાઇ કોર્ટની અરજીનો ઉકેલ હાઇકોર્ટમાં જ લાવવો તેમ પણ કોર્ટે કહ્યું છે.  કેન્દ્ર સરકારની યાચિકાને ખારીજ કરીને દિલ્હી હાઇ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચારેય ગુનેગારો સામે અલગ અલગ ડેથ વોરંટ નહી કરાય.  એક અઠવાડિયા પાછી ડેથ વોરન્ટને લગતી કામગીરી શરુ થઇ જશે અને કોર્ટે તેના ફેંસલામાં એ પણ કહ્યું કે દિલ્હી કેદી કાનુન અનુસાર જો કોઇની પણ મર્સી પ્લિયા લંબિત હશે તો ફાંસી નહી આપી શકાય. આ તરફ જલ્દી ચુકાદો આપવાની માંગને લઇને નિર્ભયાના પરિવારે મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં આવેદન દાખલ કર્યું હતું.

2012 નિર્ભયા રેપ કેસ ચૂકાદો



  • નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચારેય દૌષી અક્ષય સિંહ, મુકેશ સિંહ, વિનય કુમાર શર્મા અને પવનકુમાર ગુપ્તાને નીચલીકોર્ટ પછી દિલ્હી હાઇ કોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ ફાંસીની સજા ફટકારી છે.
  • 17મી જાન્યુઆરીએ નીચલી કોર્ટે દોષી મુકેશ કુમાર સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય કુમાર વિરુદ્ધ 1લી ફેબ્રુઆરી માટે બીજી વાર ડેથ વોરંટ જારી કર્યું હતું.
  • દોષીઓની યાચિકા પર 31 જાન્યુઆરીના રોજ ડેથ વોરંટના આગલા આદેશ સુધી રોક મુકાઇ હતી. ડેથ વોરંટ રોકવાના ચૂકાદાને ગૃહ મંત્રાલયે હાઇ કોર્ટમાં ચુનૌતી આપી હતી.
  • 2જી ફેબ્રુઆરીએ અરજી પરની સુનવણી દરમાયન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દૌષી કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે.
  • આ તરફ આરોપી મુકેશ તરફથી વાત કરનાર રેબેકો જોને કહ્યું કે ગૃહ મંત્રાલયને યાચિકા દાખલ કરવાનો અધિકાર જ નથી કારણકે તે આ મામલામાં પક્ષકાર નથી. તેમણે દલીલ કરી હતી કે બધા દૌષીઓની કાનુની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી ફાંસીની કાર્યવાહી ન થવી જોઇએ અને બધાને કાનુની પ્રક્રિયા પુરી કરવાની અનુમતી આપવી જોઇએ.

સંસદમાં પણ ઉછળ્યો ફાંસીમાં થતા વિલંબનો મુદ્દો

દિલ્હી વિધાનસભા ચૂંટણીની અફરાતફરી મંગળવારે સંસંદમાં પણ સાંભળવા મળી. રાજ્ય સભામાં આમ આદમી પાર્ટીના સભ્ય સંજય સિંહે નિર્ભયાના દૌષીઓની ફાંસીમાં થઇ રહેલા વિલંબનો મુદ્દો ઉછાળતા કેન્દ્ર સરકારને કોર્નર કરવાની કોશીશ કરી અને દૌષીઓને તાત્કાલિક ફાંસી આપવાની માંગ કરી.આમ થતા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે સામે ઉત્તર વાળતા કહ્યું કે ફાંસીમાં વિલંબ માટે રાજ્ય સરકાર જવાબદાર છે. જેલ પ્રશાસનનો આધાર રાજ્ય સરકાર પર છે ને તેમણે જ આ મુદ્દો લટકાવી રાખ્યો છે. રાજ્ય સભામાં મંગળવારે જ્યારે આ મુદ્દો ઉછાળાયો ત્યારે સભાપતિ વૈંકૈયા નાયડુએ સાફ સાફ કહી દિધું કે આ મુદ્દાને વિવાદનો વિષય ન બનાવવો. આ બહુ સંવેદનશીલ અને અગત્યનો મુદ્દો છે. દેશભરના લોકોએ આ માટે આંદોલન કર્યું છે. ફાંસીમાં કોને લીધે વિલંબ થાય છે તેના કારણોમાં નથી જવું પણ જે લોકોનો આ પ્રશ્ન સાથે સંબંધ છે તેણણે પોતાની જવાબદારી યોગ્ય સમયે નિભાવવની જ રહી.


રાજ્ય સભામાં આ મુદ્દો ઉપાડાયો ત્યારે સદનના મોટાભાગનાં સદસ્યોએ દૌષીઓને જલ્દી ફાંસી આપવાની માંગને ટેકો આપ્યો. નિર્ભયાના ગુનેગારોની ફાંસીની તારીખ બે વાર ટાળવામાં આવી છે, છેલ્લે તેમને 1લી ફેબ્રુઆરીએ ફાંસી થવાની હતી પણ તે પણ ન થયું.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 08:54 PM IST | Delhi | Vinit Tripathi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK