Nirbhaya Case: આરોપી મુકેશ સિંહની યાચિકા પર આજે થશે સુનાવણી

Published: Mar 16, 2020, 10:21 IST | Mumbai

મુકેશ સિંહના ભાઈ સુરેશ સિંહે સુપ્રિમ કોર્ટમાં 6 માર્ચે યાચિકા દાખલ કરી હતી

આરોપી મુકેશ સિંહ
આરોપી મુકેશ સિંહ

નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યા કેસના ચાર મુખ્ય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની યાચિકા પર આજે એટલે કે સોમવારે સુપ્રિમ કોર્ટ સુનાવણી કરી શકે છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સુનાવણીનો નિર્ણય લીધો છે. કહેવાય છે કે, 20 માર્ચે થનારી ફાંસીને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટ મુકેશ સિંહની યાચિકા પર સુનાવણી કરી શકે છે.

મુકેશ સિંહના ભાઈ સુરેશ સિંહે સુપ્રિમ કોર્ટમાં આ યાચિકા 6 માર્ચે દાખલ કરી હતી. જેના પર કોર્ટ તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો અને 16 માર્ચની તારીખ આપી હતી.

નિર્ભયા કેસના ચારેય આરોપી વિનય કુમાર શર્મા, પવન કુમાર ગુપ્તા, મુકેશ સિંહ અને અક્ષયને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્માં ફાંસી આપવાનું ડેથ વૉરંટ અપાયું છે. કોર્ટે આપેલા ચોથા ડેથ વૉરંટ મુજબ 20 માર્ચે સવારે 5.30 વાગે ચારેય આરોપીને ફાંસી થશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK