Nirbhaya Case: આરોપી વિનયે દીવાલ સાથે માથું અફાળ્યું, જાણો કેમ?

Published: Feb 20, 2020, 12:33 IST | Mumbai Desk | Delhi

ડેથ વોરન્ટ જાહેર થયા પછી આક્રમક બન્યા છે નિર્ભયાના બળાત્કારીઓ

નિર્ભયા કેસનાં આરોપી વિનય અને તેના સાથીઓને માર્ચની 3જીએ ફાંસી થશે
નિર્ભયા કેસનાં આરોપી વિનય અને તેના સાથીઓને માર્ચની 3જીએ ફાંસી થશે

નિર્ભયા ગેંગ રેપનાં આરોપી વિનય શર્માને હવે ભારે ડર લાગી રહ્યો છે એમ સ્પષ્ટ છે. વિનયે ફાંસીથી બચવા માટે એક નવી ચાલ ચાલી. તેણે પોતાની કોટડીની દીવાલ સાથે માથું અફાળીને જાતને ઇજા પહોંચાડી છે જેથી હવે તે હૉસ્પિટલ ભેગો કરાયો અને પછી સારવાર કરીને જેલમાં પાછો મોકલી દેવાયો.

તિહાર જેલનાં 3 નંબરનાં બેરેકમાં રખાયેલા વિનયે 16 ફેબ્રુઆરીએ આ કૃત્ય કર્યું. તે દીવાલ સાથે માથું અફાળ્યા બાદ ફરી એમ કરવા ગયો અને બહાર ઉભેલા કોન્સ્ટેબલે તેને રોકી દીધો. કહેવાય છે કે આમ કરીને તે ફાંસીની સજા ટાળવા માગે છે. આ ઘટના પછી હવે બધા દોષિતોને કડક ઓબ્ઝવેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.

ડેથ વોરન્ટ જાહેર થયું પછી આ બધા ગુનેગારોનું વર્તન બદલાયું છે, તેઓ વધારે રોષે ભરાય છે, નાની વાતે અકળાય છે અને આક્રમક વલણ અપનાવી રહ્યા છે. વિનય માનસિક રીતે ડિસ્ટર્બ છે તેવું કહી દોષિતોના વકીલ એ.પી. સિંહે ઉમેર્યું કે વિનયે તો પોતાની માને ઓળખવાની પણ ના પાડી દીધી હતી. જો કે જેલ અધિકારીઓએ કરેલા સાયકો મેટ્રિક ટેસ્ટમાં એની હાલત બરાબર જ હતી. દોષીઓને તો હવે જેલ સત્તાવાળાનો વહેવાર પણ બદલાયેલો લાગે છે, તેમનું સતત કાઉન્સેલિંગ કરાય છે અને તેમને પોતાના પરિવાર સાથે પણ વધુ સમય અપાઇ રહ્યો છે.
વિનય સિંઘનું આ વર્તન એવા સમયે થઇ રહ્યું છે જ્યારે તેમને ફાંસીની સજા માટે માનસિક રીતે તૈયાર કરાઇ રહ્યા છે. ફાંસી પર લટકાવે તે પહેલાં પણ ગુનેગારોને તેમણે કરેલા કૃત્યની વિગતો આપવામાં આવે છે જેથી તેને પોતે શું કર્યું છે તેનું ભાન થાય. વળી જો ગુનેગાર ફાંસીનો વખત આવ્યે તે પહેલાં માનસિક કે શારીરિક રીતે અસ્વસ્થ હોય તો તેની ફાંસી પાછી ઠેલાઇ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK