‘નીરવ મોદીએ અમને પણ બરબાદ કરી નાખ્યા છે, અમે સરકારી સાક્ષી બનવા તૈયાર છીએ, અમને માફી આપો’ એવી આજીજી નીરવની સગી બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતાએ કરી હતી.
પંજાબ નૅશનલ બૅન્કના અબજો રૂપિયા ગૂપચાવીને વિદેશ નાસી ગયેલા નીરવ મોદીનાં બહેન-બનેવી સામે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો કેસ કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલા બે કેસમાં નીરવની નાની બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતાએ સાક્ષી બનવાની જાહેરાત કરી હતી.
મુંબઈની સ્પેશ્યલ કોર્ટે આ બન્નેની માફી અરજી સ્વીકારીને તેમને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી. ગયા મહિને પૂર્વી અને મયંક મહેતાએ સ્પેશ્યલ કોર્ટમાં એક અરજી આપી હતી. આ અરજીમાં બન્નેએ એવો દાવો કર્યો હતો કે અમે નીરવના કેસથી હવે દૂર થઈ જવા માગીએ છીએ. અમને માફી આપવામાં આવે તો અમે નીરવ વિશે કેટલીક સચોટ માહિતી આપવા અને સરકારી સાક્ષી બનવા તૈયાર છીએ. અત્રે એ ધ્યાનમાં રહે કે પૂર્વી પાસે બેલ્જિયમનું અને એના પતિ પાસે બ્રિટિશ નાગરિકત્વ છે.
દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક
26th January, 2021 17:51 ISTવિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
26th January, 2021 16:44 ISTકેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મેભૂષણ અને મહેશ-નરેશ કનોડિયાને પદ્મભશ્રી અવૉર્ડ જાહેર
26th January, 2021 12:48 ISTસિક્કિમમાં ઘૂસણખોરીના ચીનના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો
26th January, 2021 12:42 IST