ભારતમાં પ્રત્યાર્પણ થયું તો કરીશ આત્મહત્યાઃ નિરવ મોદી

Published: Nov 07, 2019, 14:29 IST | Mumbai

ભાગેડુ નીરવ મોદીએ કહ્યું છે કે, જો ભારતમાં તેનું પ્રત્યાર્પણ થયું તો તે આત્મહત્યા કરી લેશે.

નિરવ મોદી
નિરવ મોદી

યૂકેની કોર્ટે નિરવ મોદીના જામીન રદ કર્યા છે. નિરવ મોદીએ અરજી કરી હતી કે તે ડિપ્રેશનમાં જઈ રહ્યો છે એટલે તેને જામીન આપવામાં આવે. યૂકેની કોર્ટમાં નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના 13, 500 કરોડના ગોટાળા મામલે જામીન માંગ્યા હતા.

યૂકેની કોર્ટમાં નિરવ મોદીએ ઘરમાં કેદ રહેવાની અને તેમની સિક્યુરિટી અમાઉન્ટ બમણી કરવાની પણ ઑફર કરી હતી. જો કે તો પણ તેની અરજીને માન્ય નથી રાખવામાં આવી. જામીન અરજી ચોથી વાર નામંજૂર થતા તેણે આત્મહત્યાની પણ ધમકી આપી છે. નિરવ મોદીએ કહ્યું કે, જો તેનું ભારતમાં પ્રત્યાર્પણ થયું તો તે આત્મહત્યા કરી લેશે.

પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં મેહુલ ચોકસી અને ભાણિયો નીરવ મોદી મુખ્ય આરોપીઓ છે. આ બંને વર્ષ 2018ની શરૂઆતમાં કૌભાંડ બહાર આવ્યું તે પહેલા દેશ છોડીને ભાગી ગયા હતા. જે બાદ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસને તેની સાઉથ વેસ્ટ લંડનમાંથી ધરપક કરી હતી.

આ પણ જુઓઃ એકસાથે આઠ વાજિંત્રો વગાડીને વધારે છે અમદાવાદનું ગૌરવ

ભારતીય એજન્સીઓ અને અદાલતે તેમને વારંવાર સમન્ય આપ્યું હોવા છતા તે પાછો નથી આવી રહ્યો. ભારતે યૂકે પાસે તેના પ્રત્યાર્પણની માંગણી કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK