ભારતીય મૂળના અમેરિકન નીરજ અંતાણીએ ઓહાયોના યુએસ સેનેટર તરીકે શપથ લીધા હતા. આ સાથે તે રાજ્યની સેનેટનો ભાગ બનનારો ભારતીય મૂળનો પ્રથમ અમેરિકન બન્યો. ઓહાયો સેનેટ માટે ચૂંટાયેલા અંતાણી (૨૯એ સોમવારે શપથ લીધા હતા. શપથ લીધા બાદ અંતાણીએ કહ્યું કે મને ખુશી છે કે હું સમુદાયનું પ્રતિનિધિત્વ કરી શક્યો. સેનેટર તરીકે અંતાણીનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે. અંતાણીએ કહ્યું કે હું ઓહિયોના લોકો માટે દરરોજ સખત મહેનત કરીશ જેથી તેઓને તેમના સપનાં પૂરાં કરવાની તક મળે. અંતાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ અનિશ્ચિત અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય પડકારોની વચ્ચે આપણે નિશ્ચિતપણે એવી નીતિઓ લાગુ કરવાની જરૂર છે જે ઓહાયોના લોકોને ફાયદો પહોંચાડે.
ભારતની વેક્સિન્સ નેપાલ અને બાંગલાદેશ પહોંચી
22nd January, 2021 13:09 ISTઇઝરાયલમાં વૅક્સિન લીધા છતાં પણ ૧૨,૦૦૦ લોકો થયા કોરોના પૉઝિટિવ
22nd January, 2021 12:47 ISTએમેઝોને એના કર્માચારીઓને કોરોનાની રસી માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી
22nd January, 2021 12:42 ISTરિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ૨૪,૭૧૩ કરોડની ડીલ પર સેબીએ મારી મહોર
22nd January, 2021 12:37 IST