Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર માટે આગામી 72 કલાક મહત્વના, પવારને મળ્યા રાઉત

મહારાષ્ટ્ર માટે આગામી 72 કલાક મહત્વના, પવારને મળ્યા રાઉત

06 November, 2019 01:00 PM IST | Mumbai Desk

મહારાષ્ટ્ર માટે આગામી 72 કલાક મહત્વના, પવારને મળ્યા રાઉત

મહારાષ્ટ્ર માટે આગામી 72 કલાક મહત્વના, પવારને મળ્યા રાઉત


મહારાષ્ટ્ર માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વના રહેવાના છે. મુખ્યમંત્રીના પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે અંતિમ વાટાઘાટ ચાલું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બર સુધીનો છે. એવામાં નવી સરકારના બનવા માટે ગણતરીનો સમય બાકી રહ્યો છે. દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આ મુલાકાત પછી રાઉતે કહ્યું કે, શરદ પવાર રાજ્ય અને દેશના એક વરિષ્ઠ નેતા છે. તે મહારાષ્ટ્રની રાજનૈતિક સ્થિતિને લઈને ચિંતિત છે. આને લઈને અમારી વચ્ચે એક સંક્ષિપ્ત ચર્ચા થઈ.Sanjay Raut

જણાવીએ કે ગયા મહિને થયેલી વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપનું ગઢબંધન થયું હતું. ચૂંટણીના પરિણામ આવ્યા પછી બન્ને દળના સીએમ પદને લઈને વાત અટકાયેલી છે. શિવસેનાનું કહેવું છે કે ભાજપ સાથે તેનું ગઢબંધન સીએમ પદના કરાર પછી જ થયો, પણ ભાજપ આ બાબતને નકારે છે.



શરતો સાથે થયું ગઢબંધન-રાઉત
શિવસેના નેતા સંજય રાઉતે આ પહેલા કહ્યું કે, "અમે ફક્ત તે પ્રસ્તાવ પર ચર્તા કરશું જેના પર અમે વિધાનસભા ચૂંટણી પહેલા સહેમતિ વ્યક્ત કરી હતી. હવે નવા પ્રસ્તાવોનું આદાન-પ્રદાન નહીં કરવામાં આવે. ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા સીએમ પદને લઈને એક કરાર કર્યો હતો અને પછી જ અમે ગઢબંધન માટે આગળ વધ્યા હતા."


Sanjay Raut Tweet

આ દરમિયાન જ આદિત્ય ઠાકરેના નજીકના રાહુલ એન કનાલે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે શિવસેનાના યુવા નેતા આદિત્ય મુખ્યમંત્રી બનશે તો તે આ પદની શપથ મુંબઇના શિવાજી પાર્કમાં લેશે.


રાહુલ કનાલનું ટ્વીટ

Rahul Kanal

શિવસેનાની યુવા શાખા સુવા સેનાના સભ્ય રાહુલ કનાલે આ બાબતે એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે દિવંગત બાળાસાહેબ ઠાકરે સાથે આદિત્ય ઠાકરેની તસવીર પોસ્ટ કરી. તેમાં તેમણે મરાઠીમાં લખ્યું કોઇક દિવસ, શિવાજી પાર્કમાં એક અવાજ ગૂંજી ઉઠશે કે, "હું, બાળાસાહેબ ઠાકરેનો પૌત્ર, ઇશ્વરની શપથ લઉ છું."

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

તેમના આશીર્વાદ બધાની સાથે
તેમણે ટ્વીટમાં લખ્યું, "આ ઇશ્વરની મરજી છે. આ શબ્દો સાંભળવા માટે અને ફરી તે જ જગ્યા પરનું દ્રશ્ય જોવા માટે રાહ જોઈ રહ્યા છીએ, જ્યાં અમારા માર્ગદર્શકે અમારો સાથ છોડી દીધો હતો. તેમના આશીર્વાદ બધાની સાથે છે. મહારાષ્ટ્રની સેવા કરવાની જવાબદારી છે. ઇશ્વર મહાન છે. જય હિંદ જય મહારાષ્ટ્ર."

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2019 01:00 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK