વસઈમાં બે કલાકના નવજાત શિશુની ડેડ-બૉડી મળી આવી

Published: 17th December, 2014 03:01 IST

આ બેબી-બૉયની ગર્ભનાળ પણ નહોતી કાપવામાં આવીchild
વસઈના વાલીવ વિસ્તારમાંથી ગઈ કાલે ફક્ત બે કલાકના એક નવજાત શિશુની ડેડ-બૉડી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતી. આ બેબી-બૉયને જન્મ વખતની નાળ સાથે ખૂબ જ ખરાબ રીતે ફેંકી દીધો હતો અને માનવતાની આ ક્રૂરતા વિશે સમાચાર મળતાં લોકોની ભીડ એ જોવા ઊમટી પડી હતી. પોલીસને શંકા છે કે નવજાત શિશુ ઠંડી સહન કરી શક્યું ન હોવાથી મૃત્યુ પામ્યું હશે.

આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપતાં વાલીવ પોલીસ-સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વાલીવમાં આવેલી નવજીવન કૉલોની પાસે બેબી-બૉયને પડેલો ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ જોયો હતો. એથી તેણે તરત જ પોલીસને જાણ કરી હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા એ પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો. અમે જ્યારે વધુ તપાસ કરી ત્યારે ખબર પડી કે બાળકની ડિલિવરી ફક્ત બે કલાક પહેલાં જ થઈ હતી ને જન્મ વખતની નાળ પણ એમ ને એમ જ હતી. વધુપડતી ઠંડી બાળક સહન કરી શક્યું ન હોવાથી મૃત્યુ પામ્યું હતું એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. અમારી તપાસમાં અમને એટલું જાણવા મળ્યું છે કે બાળકની માતાએ આ ડિલિવરી ઘરે જ કરી હશે, કેમ કે અમે આસપાસની બધી જ હૉસ્પિટલમાં તપાસ કરી છે, પણ આવો કોઈ રેકૉર્ડ અમને જાણવા નથી મળ્યો. મહિલાને બાળક જોઈતું ન હોવાથી તેણે આવું કામ કર્યું હોય એવું લાગી રહ્યું છે. હાલમાં તો અમે અજ્ઞાત મહિલા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.’

તસવીર : પ્રીતિ ખુમાણ ઠાકુર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK