ગયા ફેબ્રુઆરી મહિનામાં અહીં આવેલા ૬.૩ની તીવ્રતાના ભૂકંપમાં ૧૮૧ લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં એટલે સ્થાનિકોના મનમાં બીકની લાગણી તો હતી જ અને આવા સંજોગોમાં ફરી ભૂકંપ આવતાં તેમણે નાસભાગ કરી મૂકી હતી.
આ ભૂકંપને કારણે એક વ્યક્તિને ઈજા થઈ છે અને ઇન્ટનૅશનલ ઍરર્પોટ તથા શૉપિંગ મૉલ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જોકે અમુક કલાક પછી ફરીથી ઇન્ટરનૅશનલ ઍરર્પોટ કાર્યાન્વિત કરી દેવામાં આવ્યું હતું.
વિજ્ઞાનીઓએ ગયા મહિને જ ચેતવણી આપી હતી કે ક્રાઇસ્ટચર્ચે ટૂંક સમયમાં ફરી વાર પ્રબળ ભૂકંપનો સામનો કરવો પડશે. ન્યુ ઝીલૅન્ડ ઑસ્ટ્રેલિયન અને પૅસિફિક ટેક્ટોનિક પ્લેટ્સ પર આવેલું હોવાથી અહીં ભૂકંપના આંચકા આવે છે. એક અંદાજ પ્રમાણે અહીં દર વર્ષે નાના-મોટા પંદરેક હજાર જેટલા ભૂકંપના આંચકા નોંધાય છે.
ફિલિપીન્સમાં પણ આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ફિલિપીન્સમાં ગઈ કાલે ૫.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાને કારણે રાજધાની મનિલાની ઇમારતો થોડીઘણી ધધ્રુજી હતી, પણ સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીને લીધે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન નહોતું નોંધાયું.
ઍમેઝૉન પ્રાઇમનાં ચીફે તાંડવની કન્ટ્રોવર્સીને લઈને રેકૉર્ડ કર્યું નિવેદન
24th February, 2021 11:18 ISTબે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
24th February, 2021 10:31 ISTડેવોન કોનવેની અણનમ 99ની ઇનિંગને લીધે ન્યુ ઝીલૅન્ડનો વિજય
23rd February, 2021 12:44 ISTસ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં થશે
23rd February, 2021 10:47 IST