તાજેતરના નોંધાયેલા ત્રણ નવા કેસને બાદ કરતાં છેલ્લા કેટલાય મહિનાઓથી ન્યુ ઝીલૅન્ડમાં કોરોના વાઇરસના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નહોતો, જેને પગલે ન્યુ ઝીલૅન્ડને કોરોના વાઇરસને કાબૂમાં લેવામાં સફળ થયેલા લગભગ ૧૦૦ દેશોના ઇન્ડેક્સમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવનારા દેશ તરીકે સ્થાન મળ્યું હતું. ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને કોરોના વાઇરસના ત્રણ નવા કેસ નોંધાતાં દેશના સૌથી મોટા શહેર ઑકલૅન્ડ સિટીમાં ગઈ કાલથી ત્રણ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને લૉકડાઉન લાગુ કરતાં કહ્યું હતું કે દેશમાં રોગચાળાને દૂર કરવા માટે પાછલા વર્ષે લેવામાં આવેલાં સાવચેતીનાં પગલાંનું પુનરાવર્તન કરતાં ઑકલૅન્ડ શહેરમાં ત્રણ દિવસનું લેવલ-૩ લૉકડાઉન લાગુ કરવામાં આવે છે, જેમાં આવશ્યક ચીજોની ખરીદી કે કામ સિવાય તમામ લોકોએ ઘરમાં જ રહેવાનું છે.
ન્યુ ઝીલૅન્ડમાં આવ્યો ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતાં ભય
6th March, 2021 13:14 ISTકાંગારૂ કૅપ્ટન ફિન્ચની ન્યુ ઝીલૅન્ડને જોરદાર ફટકાર
6th March, 2021 11:27 ISTમંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ
4th March, 2021 10:00 IST૪ રનથી જીતી સાથે ન્યુ ઝીલૅન્ડે લીધી ૨-૦થી લીડ, ગપ્ટિલ ભારે પડતાં કાંઠે આવીને ડૂબ્યું ઑસ્ટ્રેલિયા
26th February, 2021 08:08 IST