અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ૨૦ સપ્ટેમ્બર પહેલાં ટિક ટૉક કોઈ અમેરિકન કંપનીને વેચવામાં નહીં આવે તો એને પ્રતિબંધિત કરવાની આપેલી ડેડલાઇન પહેલાં વિડિયો શૅરિંગ પ્લૅટફૉર્મ ટિક-ટૉકે ઑરેકલ કંપનીને પોતાની ભાગીદાર તરીકે પસંદ કરતાં સત્ય નાદેલાની કંપની માઇક્રોસૉફ્ટે અમેરિકામાં ટિક ટૉકને હસ્તગત કરવા માટે એક બોલી ગુમાવી દીધી હતી.
માઇક્રોસૉફ્ટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટિક ટૉક બાઇટ ડાન્સના ચીની માલિકે જણાવ્યું હતું કે તે ટિક ટૉકના અમેરિકી ઑપરેશન્સ માઇક્રોસૉફ્ટને નહીં વેચે.
ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ટિક ટૉક ઑરેકલને તેની ટેક્નૉલૉજીના પાર્ટનર તરીકે પસંદ કરશે કે નહીં એ સ્પષ્ટ નથી. મતલબ કે આ બહુરાષ્ટ્રીય ટેક્નૉલૉજી કંપની સોશ્યલ મીડિયા ઍપમાં નિર્ણાયક હિસ્સો મેળવશે.
Microsoft 365 ઠપ થતા યુઝર્સમાં ગુસ્સો
29th September, 2020 17:39 ISTઆ વર્ષે ઈન્ટરનેટમાં દર મિનિટે શું થઈ રહ્યું છે? ઇન્સ્ટાગ્રામમાં દર મિનિટે 3 લાખથી વધુ સ્ટોરીઝ પોસ્ટ
23rd September, 2020 20:48 ISTવૉલમાર્ટનું મોટું પગલું. ટિકટૉક ખરીદવામાં માઇક્રૉસૉફ્ટને આપશે સાથ
28th August, 2020 16:19 ISTઆવતા વર્ષે Internet Explorer ની વિદાય, સોશ્યલ મીડિયા પર મિમ્સની ભરમાર
21st August, 2020 18:58 IST