Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બર્ફીલા તોફાન આગળ દુનિયાની મહાસત્તા અમેરિકા લાચાર:એક કરોડ લોકો સંકટમાં

બર્ફીલા તોફાન આગળ દુનિયાની મહાસત્તા અમેરિકા લાચાર:એક કરોડ લોકો સંકટમાં

19 February, 2021 11:08 AM IST | New York
Agency

બર્ફીલા તોફાન આગળ દુનિયાની મહાસત્તા અમેરિકા લાચાર:એક કરોડ લોકો સંકટમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના ટેક્સસ અને મૅક્સિકોમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે અત્યાર સુધીમાં ૨૧ લોકોનાં મોત થયાં છે. ટેક્સસમાં ૪૪ લાખ લોકો વીજળીની સુવિધા વગર ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ટેક્સસની ૧૦૦થી વધારે કાઉન્ટીમાં વીજળી અને પાણીના પુરવઠા પર વિકટ પ્રભાવ પડ્યો છે. લોકોને ઉકાળેલું પાણી પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે અને ૨૦૦થી વધારે રસ્તાઓ બ્લૉક થઈ ગયા છે. હાલમાં એ વિસ્તારનાં વૅક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યાં છે અને વૃદ્ધોને બચાવવા માટે નૅશનલ ગાર્ડ્સ તહેનાત કરવામાં આવ્યા છે. એ સિવાય ટેક્સસ અને હ્યુસ્ટનમાં વિમાનીસેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

અમેરિકાની એક કરોડ કરતાં પણ વધારે વસ્તી બરફમાં ઠૂંઠવાઈ રહી છે. ટેક્સસમાં સતત બર્ફીલા તોફાનોના કારણે વીજળીનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સ્ટેટ પાવર ગ્રિડમાં સતત ખરાબી આવી રહી છે અને ગૅસ, તેલની પાઇપલાઇનો પણ જામી ગઈ છે. વૅક્સિનના ૮૦૦૦ કરતાં પણ વધારે ડોઝ વીજળીનો પુરવઠો ન મળતાં બગડી ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2021 11:08 AM IST | New York | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK