Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુ યૉર્કમાં હિન્દુ સંત પર હુમલોઃ ગુનેગારની ધરપકડ

ન્યુ યૉર્કમાં હિન્દુ સંત પર હુમલોઃ ગુનેગારની ધરપકડ

22 July, 2019 08:02 AM IST | ન્યૂયોર્ક

ન્યુ યૉર્કમાં હિન્દુ સંત પર હુમલોઃ ગુનેગારની ધરપકડ

ન્યુ યૉર્કમાં હિન્દુ સંત પર હુમલોઃ ગુનેગારની ધરપકડ


અમેરિકામાં સ્વામી હરિશચંદ્ર પુરી પર હુમલો થયો છે. તેમના જણાવ્યા પ્રમાણે ગુરુવારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં જ્યારે તેઓ ન્યુ યોર્કના ગ્લેન ઓક્સ વિસ્તારમાં શિવશક્તિ પીઠ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કોઈ વ્યક્તિએ આવીને તેમને મારવાનું શરૂ કરી દીધું. આ માહિતી યુએસ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.

મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે ૫૨ વર્ષની કોઈ વ્યક્તિએ તેમના પર હુમલો કરી દીધો હતો. તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ જતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલાના લીધે તેમના આખા શરીરે ઉઝરડાં પડી ગયા હતા. તેમના ચહેરા પર પણ ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં પોલીસે ૫૨ વર્ષના સર્જીઓ ગુવેઆની ધરપકડ કરી છે. તેના પર મારઝૂડ અને હથિયાર રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.



આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !


આ ઘટનામાં વંશીય હુમલાનો કોઈ એન્ગલ છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જે લોકો રેગ્યુલર રીતે મંદિરે આવે છે તેમનું માનવું છે કે સ્વામીજીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હુમલાખોરને ‘આ મારો વિસ્તાર છે’ કહેતો પણ સાંભળવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 08:02 AM IST | ન્યૂયોર્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK