મોબાઇલ કનેક્શન માટે નકલી દસ્તાવેજ આપનાર વિરુદ્ધ થશે પોલીસ-કાર્યવાહી

Published: 6th November, 2012 05:50 IST

આ વીક-એન્ડથી મોબાઇલ માટે પ્રી-પેઇડ અને પોસ્ટ-પેઇડ કનેક્શન આપતાં પહેલાં રીટેલરને કડક રીતે તમામ દસ્તાવેજો અને વ્યક્તિની ઓળખની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે.

આ સિવાય જો રીટેલરને એમ લાગે કે અરજદારે નકલી દસ્તાવેજો આપ્યા છે તો તેને પોલીસ-ફરિયાદ કરવાનો હક આપવામાં આવ્યો છે, જેને પગલે મોબાઇલ કનેક્શન માટે નકલી દસ્તાવેજ આપનાર વિરુદ્ધ પોલીસ-કાર્યવાહી થઈ શકે છે.

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે ૯ નવેમ્બરથી જો ગ્રાહક પ્રી-પેઇડ કે પોસ્ટ-પેઇડ કનેક્શન લેતી વખતે નકલી દસ્તાવેજ આપશે તો એના માટે મોબાઇલ ઑપરેટર જવાબદાર ગણાશે. આ નવા નિયમ મુજબ

સિમ-કાર્ડનું વેચાણ કરતી અધિકૃત વ્યક્તિએ બાંયધરી આપવી પડશે કે તેણે અરજદારને જોયો છે અને ઍપ્લિકેશન ફૉર્મ સાથે જોડેલા ફોટોગ્રાફ સાથે ચકાસીને ખાતરી કરી છે. રીટેલરે અરજદારે આપેલા દસ્તાવેજો પર સાઇન કરીને એ વાતની ખાતરી આપવી પડશે કે તેણે ઓળખ માટેના દસ્તાવેજોની મૂળ નકલ જોઈ છે. જો રીટેલરને એવું લાગે છે કે અરજદારે મોબાઇલ કનેક્શન મેળવવા માટે નકલી દસ્તાવેજો આપ્યા છે તો તે પોલીસ-ફરિયાદ પણ કરી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK