નવી મુંબઈ પોલીસ ખાસ ઉપકરણથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ વડે દંડ વસૂલશે

Published: 29th December, 2014 03:17 IST

નવી મુંબઈ ટ્રાફિક-પોલીસ આગામી ૧ જાન્યુઆરી, ૨૦૧૫થી ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા વાહનચાલકો પાસેથી એ જ વેળા દંડ વસૂલશે.આ માટે ટ્રાફિક-પોલીસના IT વિભાગે ખાસ ઍન્ડ્રૉઇડ પર ચાલતું હાઇટેક ઉપકરણ તૈયાર કયુંર્ છે. આ ઉપકરણની મદદથી પોલીસ કારચાલકોના ડેબિટ કાર્ડમાંથી દંડ વસૂલશે. આ ઉપકરણ વાપરી આધુનિક રીતે દંડ વસૂલનારી નવી મુંબઈની પોલીસ દેશની પ્રથમ પોલીસ-ટુકડી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો જુદાં-જુદાં બહાનાં કાઢી દંડ ભરવાની આનાકાની કરે છે, એ પરિસ્થિતિમાં પોલીસ પાસે લાઇસન્સ જપ્ત કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. હવે જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાયેલી વ્યક્તિ એમ કહે કે તેની પાસે નાણાં નથી તો ડેબિટ-ક્રેડિટ કાર્ડ હોવાથી તેને આ ઉપકરણ પર સ્વાઇપ કરી દંડ વસૂલવામાં આવશ%. નવી મુંબઈ કમિશનરેટ હેઠળ ટ્રાફિક-પોલીસના ૧૫ યુનિટો છે, જેમાં દરેક યુનિટને એક ઉપકરણ આપવામાં આવશે. નવા વર્ષમાં ત્રણથી ચાર મહિના આ ઉપકરણનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવશે. આ પ્રયોગ સફળ થતાં આ ઉપકરણનો કાયમી સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે એમ વાશી વિભાગના ટ્રાફિક-પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK