કેન્દ્રએ મંગળવારે જાણ કરી હતી કે SARS-CoV-2ના બે ચોક્કસ વેરિયન્ટ્સ N440K અને E484K ત્રણ રાજ્ય કેરલા, મહારાષ્ટ્ર અને તેલંગણામાં પ્રસર્યા હોવાનું માલૂમ પડ્યું છે. આ વેરિયન્ટ્સમાં મ્યુટેશનની સંખ્યા ભારે ઊંચી જોવા મળી છે. જોકે આ બે વેરિયન્ટ્સ અને કેરલા તથા મહારાષ્ટ્ર એ બે રાજ્યમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે, એ સ્થિતિ વચ્ચે કોઈ સહસંબંધ હજી સુધી પ્રસ્થાપિત થયો નથી, એમ તેણે જણાવ્યું હતું.
નીતિ આયોગ (આરોગ્ય)ના સભ્ય અને કોવિડ-19 વિશેની નૅશનલ ટાસ્ક ફોર્સના વડા વી. કે. પૌલે જણાવ્યું હતું કે ‘પૉઝિટિવ દરદીઓની જિનોમ સિક્વન્સિંગ પરથી દેશમાં એક કરતાં વધુ સંખ્યામાં મ્યુટેશન્સ ધરાવતા બે વેરિયન્ટ્સની પુષ્ટિ થઈ છે. આ વેરિયટન્સ્ મહારાષ્ટ્ર, કેરલા તથા તેલંગણામાં જોવા મળ્યા છે.’જોકે આ સાથે તેમણે સ્પષ્ટતા કરી હતી કે દેશનાં કેટલાંક રાજ્યોમાં સંક્રમણની સંખ્યામાં ઉછાળો આવ્યો છે, એ માટે આ વેરિયન્ટ્સને કારણભૂત ગણી શકાય નહીં.
ટેન બેસ્ટ ઈઝ ઑફ લિવિંગ સિટીમાં 6 તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં છે
5th March, 2021 10:47 ISTમલ્ટિપલ એજન્સીઓથી મુંબઈને કરવું છે મુક્ત: આદિત્ય ઠાકરે
4th March, 2021 08:41 ISTમહારાષ્ટ્ર: કોવિડ વેક્સિનનો બીજો ડૉઝ લીધાની થોડીવારમાં વ્યક્તિનું નિધન
3rd March, 2021 14:44 ISTદેશના કુલ સક્રિય કેસ પૈકી ૭૫ ટકા કોરોના કેસ કેરલા અને મહારાષ્ટ્રમાં
3rd March, 2021 11:20 IST