મધ્ય પ્રદેશમાં યલો વૉર્નિંગ જાહેર, દિલ્હીમાં તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું

Published: Dec 30, 2019, 12:57 IST | New Delhi

દિલ્હી સહિત ૬ રાજ્યોમાં રેડ અલર્ટ

મધ્ય પ્રદેશમાં યલો વૉર્નિંગ જાહેર
મધ્ય પ્રદેશમાં યલો વૉર્નિંગ જાહેર

ઉત્તર ભારતના અનેક હિસ્સામાં ગાત્રો થિજાવતી ઠંડી પડી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં લોકોને ઠંડીના કારણે ઘરથી બહાર જવું મુશ્કેલ બની રહ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સરકારી અને બિન-સરકારી સ્કૂલોને થોડા દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સાથોસાથ ઘેરા ધુમ્મસને કારણે હવાઈ, રેલ અને માર્ગવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. બીજી તરફ દિલ્હીના સફદરગંજમાં રવિવારે સવારે ૭ વાગ્યાનું તાપમાન ૩.૬ ડિગ્રી રેકૉર્ડ થયું છે, જ્યારે મહત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. આ વચ્ચે હવામાન વિભાગે રવિવારે પંજાબ , હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર માટે રેડ વૉર્નિંગ જાહેર કરી છે. હવામાન વિભાગે હવામાન અત્યંત ખરાબ થવાનું અનુમાન લગાવ્યું છે. બીજી તરફ મધ્ય પ્રદેશ માટે યલો વૉર્નિંગ જાહેર કરી છે.

ઠંડી દરરોજ નવા રેકૉર્ડ તોડી રહ્યું છે. શનિવારે આ સીઝનની સૌથી વધુ ઠંડી પડી હતી પરંતુ ૧૯૯૨ બાદ પારો આટલો નીચે આવ્યો. દિલ્હીનું ન્યૂનતમ તાપમાન ૨.૪ ડિગ્રી પર પહોંચી ગયું. જોકે સામાન્ય કરતાં ૫ ડિગ્રી ઓછું છે. એવામાં તમને પ્રશ્ન થશે કે આ શીત લહેરથી રાહત કયારે મળશે? તો જાણી લો કે ૮મી જાન્યુઆરી સુધી કોઈ શકયતા નથી. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી દીધી કે ૮ જાન્યુઆરી સુધી તાપમાન સામાન્ય કરતાં ૩ થી ૭ ડિગ્રી ઓછું બની રહેશે.

હવામાન વિભાગ મુજબ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં શનિવારનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જતું રહ્યું હતું. લોધી રોડમાં તે ૧.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં ઠંડીએ ૧૧૮ વર્ષનો રેકૉર્ડ તોડી દીધો હતો. હવામાન વિભાગનું કહેવું હતું કે શનિવાર સવારે ૮.૩૦ વાગ્યે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં તાપમાન અત્યાર સુધી સૌથી ઓછું ૧.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. બીજી તરફ સફદરગંજ એન્ક્‌લેવમાં ૨.૪, પાલમમાં ૩.૧ અને આયાનગર ૧.૯ ડિગ્રી તાપમાન હતું.

અનેક ટ્રેનો મોડી દોડી રહી છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં ચાર ઉડાનોને દિલ્હી અૅરપોર્ટથી અન્ય સ્થળો તરફ ડાઇવર્ટ કરવામાં આવી છે. રનવે પર આરવીઆર ૫૦થી ૧૭૫ મીટરની વચ્ચે રહી.

દિલ્હી-જયપુર હાઇવે પર ૧૫ વાહનો વચ્ચે અકસ્માત : બેનાં મોત

હરિયાણાના રેવાડીમાં દિલ્હી-જયપુર હાઇવે પર ઘેરા ધુમ્મસના કારણે ૧૫ વાહનો એકબીજાથી ટકરાઈ જવાથી બે વ્યક્તિઓનાં મોત થયાં અને ૧૨ અન્ય ઘાયલ થયા. હરિયાણા અને પંજાબમાં અનેક સ્થળે લઘુતમ તાપમાન સામાન્યથી પાંચથી સાત ડિગ્રી નીચે નોંધાયું.

હિમાચલ થીજી ગયું

હિમાચલ પ્રદેશના સ્પિતી જિલ્લાના લાહુઆલમાં પારો નીચે ઊતરીને ઝીરો પર પહોંચ્યો હતો. ગાત્રો થિજાવી દેતી ઠંડી પડી રહી છે ત્યારે લાહુઆલના એક વિસ્તારમાં નળનું પાણી બરફ બનીને આવી રહ્યું હતું. તસવીર : પી.ટી.આઇ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK