Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 26 માર્ચે યોજાનાર પંચાવન બેઠકોની રાજ્યસભા ચૂંટણી સ્થગિત

26 માર્ચે યોજાનાર પંચાવન બેઠકોની રાજ્યસભા ચૂંટણી સ્થગિત

25 March, 2020 12:28 PM IST | New Delhi
Agencies

26 માર્ચે યોજાનાર પંચાવન બેઠકોની રાજ્યસભા ચૂંટણી સ્થગિત

સંસદ

સંસદ


દેશભરમાં ૨૬ માર્ચે ૧૭ રાજ્યોની પંચાવન બેઠકો માટે યોજાનારી ચૂંટણી ઇલેક્શન કમિશને મોકૂફ રાખી છે. તો બીજી બાજુ ગુજરાતમાં આગામી ૨૬ માર્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના કેર વચ્ચે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વાઇરસને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રખાઈ છે. અગાઉ ગુજરાત સરકાર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનને હાલ પૂરતું મોકૂફ કરવા કેન્દ્રીય ચૂંટણી પંચને વિનંતી કરવામાં આવી હતી જેના થકી આજે કેન્દ્રિય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 12:28 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK