Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધી ઇકૉનૉમિસ્ટ : મૅગેઝિનના અસહિષ્ણુ ભારતના કવરપેજે વિવાદ છેડ્યો

ધી ઇકૉનૉમિસ્ટ : મૅગેઝિનના અસહિષ્ણુ ભારતના કવરપેજે વિવાદ છેડ્યો

25 January, 2020 07:48 AM IST | New Delhi

ધી ઇકૉનૉમિસ્ટ : મૅગેઝિનના અસહિષ્ણુ ભારતના કવરપેજે વિવાદ છેડ્યો

ધી ઇકૉનૉમિસ્ટ મૅગેઝિન

ધી ઇકૉનૉમિસ્ટ મૅગેઝિન


જાણીતા મૅગેઝિન ‘ધી ઇકૉનૉમિસ્ટ’ના નવા કવરપેજને લઈને વિવાદ શરૂ થયો છે. મૅગેઝિને નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને ભારતમાં ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનોના મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. કવરપેજ પર કાંટાળા તારની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નું ચૂંટણીચિહ્‍ન કમળનું ફૂલ દેખાઈ રહ્યું છે જેના પર લખ્યું છે, ‘અસહિષ્ણુ ભારત, નરેન્દ્ર મોદી કેવી રીતે વિશ્વના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાખી રહ્યા છે.’

એ મૅગેઝિનના કવરપેજને ટ્વીટ કર્યું હતું. આર્ટિકલના ટાઇટલમાં પીએમ મોદી પર વિશ્વના સૌથી મોટા લોકતંત્રના ભાગલા પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં આગળ લખવામાં આવ્યું છે કે ભારતના ૨૦ કરોડ મુસ્લિમો ડરમાં જીવી રહ્યા છે, કારણ કે પ્રધાન મંત્રી હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં વ્યસ્ત છે. ૮૦ના દાયકામાં રામમંદિર માટે આંદોલનની સાથે બીજેપીની શરૂઆત પર ચર્ચા કરતા લેખમાં આગળ તર્ક આપવામાં આવ્યો છે કે સંભવિત રીત નરેન્દ્ર મોદી અને બીજેપીને ધર્મ અને રાષ્ટ્રીય ઓળખના આધારે કથિત વિભાજનથી ફાયદો થયો છે.



એનઆરસીના મુદ્દે મૅગેઝિનના લેખમાં લખવામાં આવ્યું છે કે ગેરકાયદે શરણાર્થીઓની ઓળખ કરવામાં કાયદેસર ભારતીયો માટે રજિસ્ટર તૈયાર કરવાની પ્રક્રિયાથી ૧૩૦ કરોડ ભારતીય પ્રભાવિત થશે. આ અનેક વર્ષો સુધી ચાલશે. લિસ્ટ તૈયાર થયા પછી એમાં રહેલા પડકારો અને ફરીથી સુધારા કરવાની કામગીરી લાંબા સમય સુધી ચાલશે. આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે આ પ્રકારના મુદ્દાઓને લોકો સામે ધરીને અન્ય મુદ્દાઓ જેવા કે અર્થવ્યવસ્થા, બેરોજગારી વગેરે પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. બીજેપીએ સત્તા મેળવ્યા પછીથી જ દેશની અર્થવ્યવસ્થા પડકારનો સામનો કરી રહી છે.


મૅગેઝિનના કવરને લઈને બીજેપીના અનેક નેતાઓએ એની ટીકા કરી છે. બીજેપીના નેતા વિજય ચોથાઈવાલેએ મૅગેઝિનને અંહકારી અને તુચ્છ માનસિકતાવાળું ગણાવ્યું છે. મહત્ત્વનું છે કે ધ ઇકૉનૉમિસ્ટ ગ્રુપના ઇકૉનૉમિક ઇન્ટેલિજન્સ યુનિટે ચાલુ સપ્તાહે જ ગ્લોબલ ડેમોક્રસી ઇન્ડેક્સનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં ભારત ૧૦ સ્થાન પાછળ ધકેલાઈને ૫૧મા સ્થાને પહોંચ્યું હતું. આ લિસ્ટ અનુસાર ૨૦૧૮માં ભારતનો અંક ૭.૨૩ હતો, જે ૨૦૧૯માં ઘટીને ૬.૯૦ રહી ગયો.

મોદી સરકાર જનતાને ભટકાવે છે, એનઆરસી-સીએએના પગલે ભારતના ૨૦ કરોડ મુસ્લિમો ભયભીત છે - આવું ઇકૉનૉમિસ્ટના લેખમાં લખાયું છે


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 07:48 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK