નિર્ભયા કેસ : સુપ્રીમ કોર્ટે તમામ દોષીને નોટિસ ફટકારી

Published: Feb 08, 2020, 10:32 IST | New Delhi

નિર્ભયાના દોષીઓની ફાંસીના મામલે સુપ્રીમ 11 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે

તમામ દોષી
તમામ દોષી

નિર્ભયાના ચાર દોષીઓને અલગ-અલગ ફાંસી આપવાવાળી કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.

આ કેસમાં હવે આગામી સુનાવણી ૧૧ ફેબ્રુઆરીએ બપોરે બે વાગ્યે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દોષિતોને નોટિસ ફટકારી છે કે તેઓએ તેમના કાનૂની વિકલ્પોનો વહેલી તકે ઉપયોગ કરવો જોઈએ. બે દિવસ પહેલાં દિલ્હી હાઈ કોર્ટે નિર્ભયાના દોષીઓને અલગ-અલગ ફાંસી આપવા પર કેન્દ્ર સરકારની માગને ફગાવી દીધી હતી. આ પછી કેન્દ્રએ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં હાઈ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

પટિયાલા હાઉસ કોર્ટે દોષીનો ડેથ વૉરન્ટ જાહેર કરવાનો ઇનકાર કર્યો

પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોનું ત્રીજું ડેથ વૉરન્ટ જાહેર કરવાની તિહાડ જેલની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે જ્યારે કાયદો દોષિતોને જીવતા રહેવાની મંજૂરી આપે છે ત્યારે તેમને ફાંસી આપવી પાપ છે. માત્ર અટકળો અને અનુમાનના આધારે ડેથ વૉરન્ટ જાહેર ન કરી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK