સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ખેડૂત સંગઠનોની પ્રતિક્રિયા

Published: 13th January, 2021 07:21 IST | Agency | New Delhi

સમિતિના સભ્યો કૃષિ કાયદાની તરફેણમાં હોવાથી તેમની સમક્ષ હાજર નહીં થઈએ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના રોષ મામલે ઊભી થયેલી મડાગાંઠને ઉકેલવા માટે સુપ્રીમે જે ચાર સભ્યોની સમિતિની રચના કરી, એ ચારેય નિષ્ણાતો આ વિવાદાસ્પદ કૃષિ કાયદાની તરફેણ કરતા આવ્યા છે, એમ કૉન્ગ્રેસ અને આંદોલનકારી કિસાન સંગઠનોએ જણાવ્યું હતું.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઘડવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાના અમલીકરણ પર સુપ્રીમે આગામી આદેશ સુધી સ્ટે મૂકતાં પૅનલની જાહેરાત કરી હતી.

પૅનલમાં ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ભૂપિન્દર સિંહ માન, મહારાષ્ટ્રસ્થિત શેટકરી સંગઠનના પ્રમુખ અનિલ ઘાનવત, ઇન્ટરનૅશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાઉથ એશિયાના ડિરેક્ટર અને કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે આંદોલનકારી ખેડૂત સંગઠનોએ જણાવ્યું છે કે ‘તેઓ કાયદા સંપૂર્ણપણે નાબૂદ થાય એમ ઇચ્છે છે અને તેઓ કોઈ પણ સમિતિ સમક્ષ હાજર થવા ઇચ્છતા નથી.’

ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઑર્ડિનેશન કમિટી (એઆઇકેએસસીસી) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ‘સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સમિતિની રચનામાં પણ અદાલતને વિવિધ બળો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ એ લોકો છે, જેઓ ત્રણેય કાયદાનું સમર્થન કરવા માટે જાણીતા છે અને તેઓ સક્રિયપણે એ કાયદાઓની હિમાયત કરતા આવ્યા છે.’

કૉન્ગ્રેસ પક્ષના મધ્ય પ્રદેશ એકમે ગુલાટી તથા જોશી દ્વારા લખવામાં આવેલા અખબારી લેખને ટૅગ કરીને અને નવા કાયદાઓને રદ કરવા વિરુદ્ધ બોલી રહેલા ઘાનવત અને માનને ટાંકતા અખબારી અહેવાલોને ટાંકીને ટ્વીટ કરી હતી, સુપ્રીમે રચેલી સમિતિના તમામ સભ્યો અગાઉથી જ કૃષિ વિધેયકનું સમર્થન કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK