જામિયામાં નાગરિકતા વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન ફાયરિંગ : એક વિદ્યાર્થી ઘાયલ

Published: 31st January, 2020 07:25 IST | New Delhi

દેશની રાજધાની દિલ્હીમાં આ શું થઈ રહ્યું છે? પાટનગરની જામિયા મિલિયા યુનિવસિર્ટી નજીક સિટિઝનશિપ ઍક્ટનો વિરોધ કરી રહેલાઓ પર એક સગીર બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો.

કેન્દ્ર સરકારના નાગરિકતા કાયદા સામે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી પાસે વિરોધ-પ્રદર્શન કરતા લોકો સામે અચાનક પહોંચી ગયેલા એક માણસે પિસ્તોલ બતાવીને ગોળીબાર કર્યો હતો. એ ગોળીબારમાં ઈજા પામેલા વિદ્યાર્થીને અન્ય સ્ટુડન્ટ્સ હૉસ્પિટલ લઈ ગયા હતા. તસવીરઃ પી.ટી.આઇ.
કેન્દ્ર સરકારના નાગરિકતા કાયદા સામે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી પાસે વિરોધ-પ્રદર્શન કરતા લોકો સામે અચાનક પહોંચી ગયેલા એક માણસે પિસ્તોલ બતાવીને ગોળીબાર કર્યો હતો. એ ગોળીબારમાં ઈજા પામેલા વિદ્યાર્થીને અન્ય સ્ટુડન્ટ્સ હૉસ્પિટલ લઈ ગયા હતા. તસવીરઃ પી.ટી.આઇ.

દેશની રાજધાની દિલ્હીમાં આ શું થઈ રહ્યું છે? પાટનગરની જામિયા મિલિયા યુનિવસિર્ટી નજીક સિટિઝનશિપ ઍક્ટનો વિરોધ કરી રહેલાઓ પર એક સગીર બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. જોકે પોલીસે તેને તરત પકડી પાડ્યો હતો. એ ગોળીબારમાં એક જણને ઈજા થઈ હતી. ફિલ્મી અંદાજમાંના આ ૩૦ સેકન્ડના તમંચાકાંડ પછી રાજકીય વાક્‍યુદ્ધ શરૂ થઈ ગયું હતું. આ સ્ટન્ટ કરતાં પહેલાં સગીરે પોતાના ફેસબુક-પેજ પર ગેમ ઓવર લખીને એક પોસ્ટ મૂકી હતી.

દિલ્હીના જામિયાન નગરમાં ફાયરિંગના સમાચાર મળ્યા છે. એક યુવકે તમંચામાંથી ફાયરિંગ કર્યું હતું જેમાં એક યુવક ઘાયલ થયો છે. ઘાયલ યુવકને હૉલી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગ કરનાર એક સંદિગ્ધ આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસ આ આરોપીની પૂછપરછ કરી રહી છે. નોંધનીય છે કે જામિયાના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમ્યાન એક વિદ્યાર્થીના હાથમાં ગોળી વાગી છે જેને હૉલી ફૅમિલી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

તમંચો હવામાં લહેરાવનાર યુવક ‘જય શ્રીરામ’ અને ‘વન્દે માતરમ’ના નારા લગાવી રહ્યો હતો. સાથે જ યુવક ‘હિન્દુસ્તાનમાં રહેવું હશે તો વન્દે માતરમ કહેવું પડશે’નો નારો લગાવી રહ્યો હતો. આ દરમ્યાન જામિયા મિલિયા ઇસ્લામિયાના પત્રકારિતાનો એક વિદ્યાર્થી શાબાદ ઘાયલ થયો છે.

ગઈ કાલે જામિયાથી રાજઘાટ સુધી નીકળેલી રૅલી દરમ્યાન જામિયાન નગરમાં એક યુવકે હાથમાં તમંચો લહેરાવતા દેખાવ કર્યો હતો. નાગરિકતા કાયદાનો સતત વિરોધ અંતર્ગત વિદ્યાર્થીઓ જામિયાથી રાજઘાટ સુધી એક વિરોધ રૅલી કાઢવાના હતા. આ દરમ્યાન આ ઘટના બની હતી. વિદ્યાર્થીઓને રૅલી કાઢવાની મંજૂરી પોલીસ તરફથી આપવામાં આવી નથી. દિલ્હી પોલીસ પણ આ રૅલીને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. જામિયા કૅમ્પસના ૧૦૦ મીટર પહેલાં જ પોલીસે બૅરિકેડ્‌સ લગાવવાનું શરૂ કરી દીધું હતું.

દિલ્હીમાં ફાયરિંગની ઘટના વિશે પોલીસ-કમિશનર સાથે વાત કરીને તેમને સખતમાં સખત કાર્યવાહી કરવાનું કહેવાયું છે. આવી કોઈ ઘટનાને સાંખી નહીં લેવાય અને દોષીને બક્ષવામાં પણ નહીં આવે.

- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK