Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકારમાં હવેથી ફોર ડેઝ અ વીક?

સરકારમાં હવેથી ફોર ડેઝ અ વીક?

10 February, 2021 11:10 AM IST | New Delhi
Agency

સરકારમાં હવેથી ફોર ડેઝ અ વીક?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવા શ્રમ કાયદા અંતર્ગત કર્મચારીઓ માટેના કામના કલાકોને ખૂબ જ લચીલા બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એ અંતર્ગત કર્મચારી પાસેથી એક સપ્તાહ દરમિયાન મહત્તમ ૪૮ કલાક કામ કરાવવામાં આવે એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. નિયમોને લચીલા બનાવવા માટે એવું થઈ શકે છે કે જો કોઈ કર્મચારી સપ્તાહમાં ૪ દિવસમાં જ ૪૮ કલાક કામ કરી લે એટલે કે દરરોજ ૧૨ કલાક કામ કરે તો તેને બાકીના ૩ દિવસ રજા આપી શકાય.

જોકે આ માટે દરરોજ કામના કલાકોની સીમા હાલમાં ૮ કલાક છે એને વધારીને ૧૨ કલાકની કરવાની રહેશે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે કેન્દ્રીય શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાએ સોમવારે જણાવ્યું હતું કે કર્મચારીઓ માટે સપ્તાહ દરમિયાન મહત્તમ ૪૮ કલાક સુધી જ કામ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવશે.



કંપનીઓને એવી છૂટ અપાઈ શકે છે કે તે આ પ્રમાણે કર્મચારીઓની મંજૂરીથી પોતાના દૈનિક કામના કલાકોમાં ફેરબદલ કરી શકે. મતલબ કે જો કોઈ કર્મચારી ઇચ્છે તો એક જ દિવસમાં ૧૦થી ૧૨ કલાક કામ કરે અને સપ્તાહના ૬ દિવસ કામ કરવાને બદલે ૪થી ૫ દિવસમાં જ પોતાનો ટાર્ગેટ પૂરો કરી લે. એમાં વચ્ચે ઇન્ટરવલનો પણ સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2021 11:10 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK