Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 550 કરોડના ધનસંગ્રહના મામલે અહેમદ પટેલને ઇન્કમ ટૅક્સ વિભાગનું સમન્સ

550 કરોડના ધનસંગ્રહના મામલે અહેમદ પટેલને ઇન્કમ ટૅક્સ વિભાગનું સમન્સ

07 March, 2020 07:48 AM IST | New Delhi

550 કરોડના ધનસંગ્રહના મામલે અહેમદ પટેલને ઇન્કમ ટૅક્સ વિભાગનું સમન્સ

અહેમદ પટેલ

અહેમદ પટેલ


આયકર વિભાગે પ્રથમ વખત કોઈ દળના ખજાનચીને ધનસંગ્રહ મામલે નોટિસ ફટકારી છે. ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસને સમન્સ મોકલ્યા બાદ આયકર વિભાગે કૉન્ગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલને અઘોષિત પાર્ટી સંગ્રહ અને ચૂંટણીના ખર્ચ માટે ૫૫૦ કરોડ રૂપિયાથી વધુ રકમ માટે નોટિસ ફટકારી છે. ૨ એપ્રિલ ૨૦૧૯માં આઇટી વિભાગે મધ્ય પ્રદેશના કેટલાંક સ્થાનો સહિત ૫૨ જગ્યાએ રેડ કરી હતી. તે બાદ ઑક્ટોબર ૨૦૧૯ અને ફેબ્રુઆરી ૨૦૨૦માં હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય જગ્યાએ રેડ કરવામાં આવી હતી. આ રેડ બાદ આ સમન્સ પાઠવવામાં આવ્યું છે.

એપ્રિલ ૨૦૧૯ અને ઑક્ટોબર ૨૦૧૯માં રેડ દરમ્યાન વિવિધ શહેરોમાં કૉન્ગ્રેસ પાર્ટીના છ નેતાઓના ઘરે તપાસ કરવામાં આવી હતી. ૬ ફેબ્રુઆરી, ૨૦૧૦માં ૪૦ ઠેકાણાંની તપાસ કરવામાં આવી હતી જેમાં મોટા ભાગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે જોડાયેલી હતી. ૧૧ ફેબ્રુઆરીએ અહેમદ પટેલને તેમના વ્યક્તિગત ઉપસ્થિતિનું સમન્સ મોકલવામાં આવ્યું જેમાં તેમણે ૧૪ ફેબ્રુઆરીએ હાજર રહેવા કહેવામાં આવ્યું હતું અને એક બીજું સમન્સ પણ પાઠવવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2020 07:48 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK