નીરવ મોદી વિરુદ્ધ પ્રત્યાર્પણ અરજી ફાઇલ કરવાની અદાલતની મંજૂરી

Published: Jan 10, 2020, 15:34 IST | New Delhi

વિશેષ અદાલતે સીબીઆઇના ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદી વિરુદ્ધ પૂરક પ્રત્યાર્પણ ઍપ્લિકેશન ફાઇલ કરવાની મંજૂરી આપી છે.

નીરવ મોદી
નીરવ મોદી

વિશેષ અદાલતે સીબીઆઇના ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદી વિરુદ્ધ પૂરક પ્રત્યાર્પણ ઍપ્લિકેશન ફાઇલ કરવાની મંજૂરી આપી છે. પીએનબી ઘોટાળા વિશે મુખ્ય આરોપી નીરવ હાલ લાંબા સમયથી લંડનની જેલમાં બંધ છે. સીબીઆઇએ બુધવારે વિશેષ અદાલત સમક્ષ એક આવેદન રજૂ કર્યું હતું એમાં એજન્સીને પૂરક આરોપપત્રમાં નીરવ વિરોધી નવા સબૂતોને ધ્યાનમાં રાખીને પૂરક પ્રત્યાર્પણ કરવાનું આવેદન લંડન મોકલવાની માગણી કરવામાં આવી છે. કોર્ટે પોતાના આદેશ જણાવતાં કહ્યું કે પૂરક આરોપપત્રને જોઈને સીબીઆઇના પૂરક પ્રત્યાર્પણ અનુરોધને સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. એ સાથે કોર્ટ વિશે સુનાવણી ૧૩ ઑગસ્ટે સ્થગિત કરવામાં આવી હતી. એ પહેલાં પણ ભારતે જુલાઈ ૨૦૧૮માં નીરવ મોદીના પ્રત્યાર્પણની વિનંતી કરી હતી. સીબીઆઇ ઉપરાંત પ્રવર્તન નિર્દેશાલયે પણ મની લૉન્ડરિંગ વિશે નીરવ વિરોધી કોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.

પીએનબી ઘોટાળાનો આરોપી અને ભાગેડુ હીરાનો વેપારી નીરવ મોદી ૩૦ જાન્યુઆરી સુધી કસ્ટડીમાં રહેશે. લગભગ ૧૩૦૦૦ કરોડ રૂપિયાના દેવામાં છેતરપિંડી અને મની લૉન્ડરિંગના મામલે વાંછિત નીરવ છેલ્લા ૯ મહિનાથી વેન્ડસવર્થની જેલમાં કેદ છે. તેણે ભારત પ્રત્યાર્પણને પડકાર આપ્યો છે. હાલમાં નીરવ વિરુદ્ધ લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK