ઓમર અબદુલ્લાની વધેલી દાઢી પર BJPએ ઍમેઝૉન પરથી ઑર્ડર કરી રેઝર મોકલ્યું!

Published: Jan 29, 2020, 14:33 IST | New Delhi

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે 2G ઇન્ટરનેટ સર્વિસિસ ફરીથી શરૂ થઈ તો રાજ્યના ભૂતપૂર્વ સીએમ ઓમર અબદુલ્લાનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો.

ઓમર અબદુલ્લા
ઓમર અબદુલ્લા

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે 2G ઇન્ટરનેટ સર્વિસિસ ફરીથી શરૂ થઈ તો રાજ્યના ભૂતપૂર્વ સીએમ ઓમર અબદુલ્લાનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. ફોટોમાં ઓમર અબદુલ્લાની દાઢી વધેલી દેખાય છે. ફોટો સામે આવ્યા બાદ એને લઈ અલગ-અલગ ચર્ચાઓ છે. મંગળવારના રોજ તામિલનાડુ બીજેપીએ અબદુલ્લા પર કટાક્ષ કરતાં તેમને રેઝર મોકલ્યું છે.

ગઈ કાલે બીજેપીએ પોતાની ટ્‌વીટમાં ઍમેઝૉન પરથી ઓમર અબદુલ્લાના સરનામા પર રેજર ઑર્ડર કર્યાનો સ્ક્રીન શો શૅર કરતાં કહ્યું કે પ્રિય ઓમર અબદુલ્લા, તમને આ રીતે જોવાનું ખૂબ જ નિરાશાજનક છે જ્યારે તમારા બહુ જ બધા ‘ભ્રષ્ટ’ દોસ્ત બહાર એન્જૉય કરી રહ્યા છે. કૃપયા આ ગિફ્ટનો સ્વીકાર કરજો અને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો તમારા જ કાઉન્ટર પાર્ટ કૉન્ગ્રેસનો ચોક્કસ સંપર્ક કરો. આની પહેલાં બીજેપીના નેતા ગિરિરાજ સિંહે પણ અબદુલ્લાના આ ફોટોને લઈ મજાક કરી હતી.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે આફ્રિકી ચિત્તાને ભારતમાં લાવવાની મંજૂરી આપી

વધેલી દાઢીવાળા ઓમર અબદુલ્લાના આ ફોટો પર ટ્‌વીટ કરતાં ગિરિરાજ સિંહે પૂછ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ હટાવી હતી, ઉસ્તરા નહીં?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK