ગૃહમંત્રાલયની સંસદમાં સ્પષ્ટતા: NRCનો હાલમાં કોઈ પ્લાન નથી

Published: Feb 05, 2020, 10:55 IST | New Delhi

ગૃહ મંત્રાલયનું કહેવું છે કે અત્યાર સુધી દેશભરમાં એનઆરસી લાગુ કરવાનો નિર્ણય લેવાયો નહોતો.

અમિત શાહ
અમિત શાહ

દેશમાં નૅશનલ રજિસ્ટર ફૉર સિ‌ટિઝન લાગુ થશે કે નહીં? આ પ્રશ્ન પર ગઈ કાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભામાં લેખિત નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે અત્યાર સુધી દેશભરમાં એનઆરસી લાગુ કરવાનો નિર્ણય લેવાયો નહોતો. વિપક્ષ તરફથી સતત આ મુદ્દા પર પ્રશ્ન ઊભો કરાઈ રહ્યો હતો અને મોદી સરકાર પર નિશાન સાંધી રહ્યા છે.

લોકસભામાં સંસદસભ્ય ચંદન સિંહ, નાગેશ્વર રાવની તરફથી ગૃહ મંત્રાલયને કેટલાક પ્રશ્નો પુછાયા હતા. એમાં શું એનઆરસીને લાગુ કરવા માટે સરકાર પગલાં ઉઠાવી રહ‌ી છે, શું રાજ્ય સરકારો સાથે આ અંગે ચર્ચા કરાઈ છે સહિત કુલ પાંચ પ્રશ્ન હતા.

એના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિતમાં નિવેદન આપતાં કહ્યું છે, ‘હજી સુધી ભારત સરકારે આખા દેશમાં નૅશનલ રજિસ્ટર ફૉર સિટિઝન લાગુ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી.’

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ નિવેદન આપવાના હતા, પરંતુ વિપક્ષના હોબાળાના લીધે તેઓ પોતાનું નિવેદન આપી શક્યા નહીં. સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહીને સ્થગિત કરી દીધી હતી. ત્યાર બાદ આ જવાબને ગૃહ મંત્રાલયની તરફથી ગૃહના પટલ પર મૂકી દેવાયો.

દેશના કેટલાય ભાગમાં હાલમાં નાગરિકતા સંશોધન ઍક્ટના મુદ્દા પર પ્રદર્શન ચાલુ છે સાથોસાથ એનઆરસીને લઈ પણ વિવાદ ચાલી રહ્યો છે. જોકે કેન્દ્ર સરકાર કેટલાય મોકા પર કહી ચૂક્યું છે કે અત્યારે એનઆરસીને લાગુ કરવામાં આવી રહ્યો નથી, પરંતુ વિપક્ષ આ મુદ્દા પર ભ્રમ ફેલાવી રહ્યો છે.

એનઆરસીના વિરોધમાં કેટલીય રાજ્ય સરકારોએ પણ અવાજ ઉઠાવ્યો છે. બિહારમાં નીતીશ કુમાર પણ એલાન કરી ચૂકયા છે કે તેમના રાજ્યમાં એનઆરસી લાગુ થશે નહીં, જ્યારે તેમની પાર્ટી એનડીએનો હિસ્સો છે. આ સિવાય બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન સહિત અન્ય વિપક્ષી શાસિત રાજ્યોએ એનઆરસી લાગુ કરવાની ના પાડી દીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK