શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં અત્યાર સુધી 80 મજૂરોનાં મોત નીપજ્યાં: રેલવે

Published: May 31, 2020, 15:37 IST | Agencies | New Delhi

લૉકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોની સમસ્યા સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી રહી છે. ખાસ કરીને તેને ઘરે પહોંચાડવા માટે અત્યાર સુધી ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોની સમસ્યા સરકાર માટે સૌથી મોટી મુશ્કેલી રહી છે. ખાસ કરીને તેને ઘરે પહોંચાડવા માટે અત્યાર સુધી ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકારે બસની વ્યવસ્થા કરી તો બોર્ડરની અંદર પ્રવેશવાની મુશ્કેલી થઈ અને જો મજૂરોએ ચાલીને જવાનો પ્રયાસ કર્યો તો કાયદો-વ્યવસ્થા ખરાબ તો થઈ હતી, સાથે તેમનો જીવ પણ જોખમમાં રહ્યો હતો. આખરે કેન્દ્ર સરકારે સ્પેશ્યલ ટ્રેન ચલાવીને મજૂરોને ઘરે જવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ લગભગ ૨૦ દિવસમાં ટ્રેન યાત્રા દરમ્યાન ૮૦ લોકોનાં મોત થયાં છે. 

રેલવે અધિકારીઓએ આ સંબંધમાં એક ડેટા શૅર કરતાં કહ્યું, અત્યાર સુધી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં ૮૦ મજૂરોનાં મોત થયાં છે. જેમાંથી એક વ્યક્તિનું મોત કોરોના વાઇરસને કારણે થયું છે. તો ૧૧ અન્ય લોકોનાં મોત પહેલાંથી થયેલી કોઈ બીમારીને કારણે થયાં છે. રેલવે અધિકારી પ્રમાણે આ ડેટા ૯-૨૭ મે વચ્ચેનો છે.

ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં શ્રમિક ટ્રેનોના રસ્તા ભટકવાના સમાચાર આવ્યા હતા, ત્યારબાદ મજૂરોની ચિંતા વધી ગઈ હતી. ઘણી ટ્રેન એવી પણ છે જે એક દિવસની સફર ચાર-પાંચ દિવસમાં પૂરી કરી રહી છે, જેને લઈને સતત મીડિયામાં સમાચારો આવતા રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK